rat-chases-snake Mother battle with snake fight video viral
  • Home
  • Featured
  • ઉંદરે તેના બચ્ચાને બચાવવા સાપની પૂંછડી પકડી, અને પછી થયું એ જોવા જેવું- Video

ઉંદરે તેના બચ્ચાને બચાવવા સાપની પૂંછડી પકડી, અને પછી થયું એ જોવા જેવું- Video

 | 12:03 pm IST

સોશિયલ મીડિયા પર સાપ અને ઉંદરની લડાઇનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસર સુશાંતા નંદાએ તેમના ટ્વિટર પર શેર ક્રયો છે. આ વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે હવે આ સાપ ફરીથી ઉંદરના બાળકની આસપાસ પણ જોવા મળશે નહીં. સાથે જ લખ્યું છે કે મા તેના બાળક માટે કંઇપણ કરી શકે છે. આ ધરતી પર માતૃત્વથી મોટું હથિયાર કઇ નથી.

આ વાયરલ વીડિયોમાં એક સાપ ઉંદરના બચ્ચાને મોંમાં દબાવીને ઝડપથી ભાગતો નજરે પડે છે. જ્યારે ઉંદર તેના બાળકને બચાવવા માટે સાપી પાછળ ભાગે છે અને તેનાથી લડે છે. માત્ર એટલું જ નહીં આ લડાઇમાં ઉંદર તેના જીવની ચિંતા કર્યા વગર સાંપની પૂંછડીને પાછળથી પકડી લે છે જેથી તેના બાળકને લઇને સાપ ભાગી ન શકે. આખરે ઉંદરની હિમ્મતની આગળ સાપની હાર થાય છે સાપ ઉંદરના બચ્ચાને છોડીને ભાગી જાય છે. આ વીડિયોથી એક વાત સ્પષ્ટ થાય છે કે માતા સામે તેના બાળકને કોઇની પણ અડવાની હિમ્મત થાય નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન