Ratan Tata has donated Rs 500 crore to fight the corona virus
  • Home
  • Business
  • કોરોના વાયરસ સામે લડવા રતન ટાટાએ કર્યું જંગી દાન, આંકડો અબજોમાં

કોરોના વાયરસ સામે લડવા રતન ટાટાએ કર્યું જંગી દાન, આંકડો અબજોમાં

 | 5:21 pm IST

કોરોના વિરૂદ્ધ જંગમાં દેશના ઉદ્યોગપતિ સામે આવી રહ્યા છે. ટાટા ટ્રસ્ટે કોરોના સામે જંગ લડવા માટે 500 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ કહ્યું કે, આ માટે ઇમરજન્સી રિસોર્સની જલ્દીથી જલ્ગી આપૂર્તિ થવી જોઇએ. આ પહેલા મેદાંતા ગ્રુપના અનિલ અગ્રવાલે 100 કરોડનું એલાન કર્યું. મહિન્દ્રા ગ્રુપના આનંદ મહિન્દ્રાએ કહ્યું કે, તેઓ એક મહિનાની સંપૂર્ણ સેલેરી આપશે.

કોરોનાને કંટ્રોલ કરવા માટે દેશના તમામ હોસ્પિટલો માટે ડૉક્ટર્સ, નર્સ અને અન્ય મેડિકલ કર્મી દિવસ રાત કામ કરી રહ્યા છે. તેઓ પોતાના જીવન અને પરિવારની ચિંતા કર્યા વગર દર્દીઓની સેવા કરી રહ્યા છે. ચેપનો ભય એટલો છે કે તેઓ ઘરે જતા નથી. આવી સ્થિતિમાં તેને બે વખત પોતાનું ભોજન યોગ્ય રીતે મળતું નથી. આ સંજોગોમાં ટાટા ગ્રુપની તાજ હોટલે તબીબી કર્મચારીઓ, મુંબઇમાં દર્દીઓ માટે ભોજનની વ્યવસ્થા કરી છે.

મુંબઈ મહાનગર પાલિકા (BMC)એ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. ટ્વિટમાં BMC એ કહ્યું કે અમે તાજ કેટરર્સ સાથે સહયોગ કર્યો છે. તાજ હોટલ વતી, બીએમસી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ, ડોકટરો અને અન્ય તબીબી કર્મચારીઓને ભોજન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

તાજ હોટલ દ્વારા કરવામાં આવતા આ ઉમદા કાર્ય પર અનેક હસ્તીઓ અને ઉદ્યોગપતિઓએ ખુશી વ્યક્ત કરી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ તાજ હોટલને સલામી આપી છે.

આરપીજી ગ્રુપના અધ્યક્ષ હર્ષ ગોયેન્કાએ પણ ટાટા જૂથની પ્રશંસા કરી છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે ટાટા જૂથ કટોકટીના સમયમાં હંમેશા બીજાની આગળ રહે છે.

ટાટા જૂથે પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે તે દેશભરમાં તેની ઓફિસો અને મેન્યુફેક્ચરિંગ સાઇટ્સ પર કામ કરતા હંગામી કામદારો અને દૈનિક મજૂરોને સંપૂર્ણ વેતન ચૂકવશે. ટાટાની કેટલીક કંપનીઓમાં, જેમ કે ટાટા પ્રોજેક્ટ્સમાં, મોટી સંખ્યામાં હંગામી કામદારો બાંધકામની પ્રવૃત્તિમાં સામેલ છે. કંપનીએ એમ પણ કહ્યું છે કે જો કોઈ કર્મચારી કોઈ કારણસર ઓફિસમાં નહીં આવે, જેમ કે દરેક વસ્તુ લોકડાઉનમાં બંધ છે, તો તે સ્થિતિમાં પણ પગાર કાપવામાં આવશે નહીં.

આ વીડિયો પણ જુઓ : કોરોનાના ભય વચ્ચે અમદાવાદમાં દારૂની હેરાફેરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન