રતનપરમાં રર વર્ષીય યુવતીએ લગ્ન પહેલાં ગળા ફાંસો ખાધો

10

સુરેન્દ્રનગર, તા.૧૯

રતનપર નદી કાંઠે આવેલ મફતીયાપરામાં રર વર્ષીય યુવતીએ ઘેર એકલતાનો લાભ લઈને ગળા ફાંસો ખાઈ લેતા દોડધામ મચી જવા પામી હતી. આ બનાવની જાણ જોરાવરનગર પોલીસને થતાં પોલીસે દોડી જઈ લાશનો કબજો લઈને આગળની તપાસ હાથ ધરી છે.

રતનપર નદી કાંઠે મફતીયાપરામાં રહેતા કાળુભાઈ શેરખાન પઠાણના ઘેર આગામી મહિનામાં ભાઈ-બહેનના સમૂહ લગ્નમાં લગ્ન થવાના હતા. ત્યારે કોઈ અગમ્ય કારણોસર કાળુભાઈ પઠાણની પુત્રી યાસ્મીનબેન (ઉ.વ.રર) એ શનિવારે ઘેર એકલી હતી ત્યારે રૂમનું બારણુ બંધ કરી દીધુ હતુ. બાદમાં ડ્રેસના દુપટ્ટો પંખાના હુક સાથે બાંધીને ગળા ફાંસો ખાઈ લકટી જતા અરેરાટી વ્યાપી જવા પામી છે.આમ, ઘરમાં ભાઈ-બહેનના લગ્ન થાય તે પહેલા પુત્રીએ ગળા ફાંસો ખાઈ લેતા પરિવારજનોમાં માતમ છવાઈ જવા પામ્યુ છે.આ બનાવની જાણ જોરાવરનગર પોલીસ થતાં પોલીસે દોડી જઈ લાશનો કબજો લઈને પી.એમ.અર્થે ગાંધી હોસ્પિટલે ખસેડી હતી. જયારે આ બનાવમાં પોલીસની પ્રાથમિક તપાસમાં છેલ્લા ૮ વર્ષથી માનસીક બિમારીથી કંટાળી જઈને યુવતીએ ગળા ફાંસો ખાઈ લીધો હોવાનું ખુલવા પામ્યુ છે.