Before the Rath Yatra, the Muslim community offered a silver chariot to Lord Jagannath
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • રથયાત્રા પૂર્વે મુસ્લિમ સમાજે ભગવાન જગન્નાથને ચાંદીનો રથ અર્પણ કર્યો

રથયાત્રા પૂર્વે મુસ્લિમ સમાજે ભગવાન જગન્નાથને ચાંદીનો રથ અર્પણ કર્યો

 | 4:19 pm IST

અમદાવાદમાં રથયાત્રાને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા શાંતિ અને સદભાવના સાથે સારી રીતે પૂર્ણ થાય એ માટે મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષે રથયાત્રા પહેલા મહંતને ચાંદીનો રથ આપવામાં આવે છે. કોમી એકતાનો સંદેશ ફેલાવવા મુસ્લિમ સમાજના મહીલાઓ અને પુરુષો ભેગા થઈને આજે મંદીર ખાતે મહંતને ચાંદીનો રથ અર્પણ કર્યો હતો. છેલ્લા 18 વર્ષથી રઉફ શૈખ બંગાળી દ્વારા હિંદુ મુસ્લીમ એકતા ફેલાવાય તે માટે રથયાત્રા અગાઉ આ રથ આપીને સંદેશ ફેલાવવામાં આવે છે.

અમદાવાદ રથયાત્રાને લઇને ચાલી રહેલી તડામાર તૈયારી વચ્ચે આજે મુસ્લિમ અગ્રણીઓએ જગન્નાથજી મંદિરની મુલાકાત લીધી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ શાંતિ અને સદભાવના વચ્ચે રથયાત્રા પૂર્ણ થાય તે માટે ભગવાન પાસે પ્રાર્થના કરી હતી. આ સાથે મુસ્લિમ સમાજના લોકોએ હિંદુ સમાજના લોકો સાથે રથયાત્રાના પર્વમાં ખભે ખભો મીલાવીને સહયોગ આપવાની બાહેંધરી આપી હતી. મુસ્લિમ સમાજના લોકોએ જગન્નાથ મંદિરની મુલાકાત લઈ ભગવાન જગન્નાથજી માટે પ્રતીકાત્મક ચાંદીનો રથ અર્પણ કર્યો હતો.