Ratibhai from Junagadh died while singing video viral
  • Home
  • Videos
  • Featured Videos
  • જૂનાગઢથી આવ્યો મોતનો લાઈવ Video: ‘જનનીની જોડ સખી…’ગીત ગાતા ગાતા એટેકથી થયું નિધન

જૂનાગઢથી આવ્યો મોતનો લાઈવ Video: ‘જનનીની જોડ સખી…’ગીત ગાતા ગાતા એટેકથી થયું નિધન

 | 5:52 pm IST

હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે જે જોઈને લોકો ખુબ દુખી થઈ રહ્યા છે. ગરવો ગિરનાર જ્યા આવેલો છે એ જૂનાગઢનો આ વીડિયો છે. એક નિવૃત પોલીસ કર્મી માતાને યાદ કરતા કરતા એક પોગ્રામમાં જનનીની જોડ સખી નહીં જડે રે ગીત ગાતો હતો અને અચાનક જ એટેક આવ્યો.

જૂનાગઢમાં નિવૃત પોલીસ કર્મીને હાર્ટ એટેક આવતાની સાથે જ તેનું મોત થયું છે. ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ..’ કવિતા ગાવામાં આ પોલીસ કર્મી મશગુલ હતો. એ તો પોતાની મોજમાં માતાને યાદ કરતો હતો અને વિધીની વક્રતા તો જુઓ કે એટેક આવ્યો.

હાર્ટ એટેકનો આ લાઈવ વીડિયો સામે આવ્યો છે. નિવૃત પોલીસ કર્મચારીનું નામ રતિભાઈ પરમાર સામે આવ્યું છે. રતિભાઈ જૂનાગઢના છે. આ પહેલા પણ આવી ઘણી બધી ઘટનાં બની ગઈ છે કે જેમાં કોઈને કામ કરતા કરતા જ એટેક આવ્યો હોય અને ઘટના સ્થળે જ નિધન થયું હોય.

વીડિયોમાં જોઈ શકાય છે કે રતિભાઈ સોન્ગ ગાઈ રહ્યા છે અને ઓડિયન્સમાંથી કોઈ આ વીડિયો રેકોર્ડ કરી રહ્યું છે. જેવો જ એટેક આવે કે તરત જ હાથમાં માઈક સાથે રતિભાઈ જમીન પર પડે છે અને ત્યાં જ તેમનું નિધન થાય છે. રતિભાઈનાં આ રીતે મોતથી હોલનો માહોલ થોડીવાર અફડાતફડી ભર્યો થઈ જાય છે. તો જુઓ મોતનો લાઈવ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન