Raut After Meeting With Pawar - I Hope Soon Will Make Government
  • Home
  • Featured
  • શરદ પવારને મળ્યા બાદ બેકફૂટ પર શિવસેના, સંજય રાઉતે આપ્યું ચોંકાવનારું નિવેદન

શરદ પવારને મળ્યા બાદ બેકફૂટ પર શિવસેના, સંજય રાઉતે આપ્યું ચોંકાવનારું નિવેદન

 | 10:13 pm IST

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનાં ચાલી રહેલા પ્રયત્નોની વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતે સોમવારનાં મોડી સાંજે એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે તેમના દિલ્લી સ્થિત નિવાસસ્થાને મુલાકાત કરી. શરદ પવારની કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ બંને નેતા મળ્યા હતા. શરદ પવારને મળ્યા બાદ શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, “મને ભરોસો છે કે જલદી સરકાર બની જશે.” શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે,

સરકાર બનાવવાની જવાબદારી અમારી નહોતી

“સરકાર બનાવવાની જવાબદારી અમારી નહોતી, જે લોકોની આ જવાબદારી હતી એ ભાગી ગયા, પરંતુ મને વિશ્વાસ છે કે જલદી સરકાર બની જશે.”

પવારે સોનિયા સાથે કરી મીટિંગ, મહારાષ્ટ્રની સ્થિતિ વિશે થઈ વાત

ઉલ્લેખનીય છે કે આ પહેલા દિલ્લીમાં એનસીપી પ્રમુખ શરદ પવાર અને સોનિયા ગાંધીની મુલાકાત થઈ. શરદ પવારે મુલાકાત બાદ કહ્યું કે “અમારી વચ્ચે સરકાર બનાવવા પર કોઈ વાત નથી થઈ.” તેમણે કહ્યું કે, “સોનિયા ગાંધીને ફક્ત રાજ્યની સ્થિતિ વિશે બ્રીફિંગ આપી.” તેમના આ નિવેદનથી શિવસેનાને ઝાટકો લાગી શકે છે, જે સતત એનસીપી અને કૉંગ્રેસ સાથે સરકાર ગઠનની વાત કરી રહી છે.

પવારનાં નિવેદનથી શિવસેના ટેન્શનમાં

એટલું જ નહીં તેમણે શિવસેનાને સરકાર બનાવવાની વાતનો ભરોસો આપવાની વાત પર કંઇપણ કહેવાની ના કહી દીધી. તેમની વાતથી એ સ્પષ્ટ છે કે આવનારા કેટલાક દિવસો સુધી મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઇને સસ્પેન્સનો સમય ચાલું રહેશે. શિવસેના નેતા સંજય રાઉત તરફથી 170 ધારાસભ્યોનાં સમર્થનને લઇને પણ પવારે કહ્યું કે, “આ વિશે તેમને જ પુછો.”

અન્ય પાર્ટીઓ સાથે પણ કરવી પડશે વાત : પવાર

શરદ પવારે કહ્યું કે, “અમે આ મુદ્દા પર અન્ય સહયોગી દળો સાથે પણ વાત કરીશું.” પવારે કહ્યું કે, “એ સમાચાર હતા કે કૉંગ્રેસ અને એનસીપી જ મળીને વાત કરે છે. આવામાં અમારે સ્વાભિમાન પક્ષનાં રાજુ શેટ્ટી, સમાજવાદી પાર્ટી અને અન્યદળોને પણ ભરોસામાં લેવા પડશે. સોનિયા ગાંધીને પ્રદેશની બ્રીફિંગ આપવાનું કામ કર્યું. આ ઉપરાંત કોઈ મુદ્દા પર અમે વાત નથી કરી.”

આ વિડીયો પણ જુઓ: બે બાળકો અને માતાને લઈ પહોંચી પોલીસ નિત્યાનંદ આશ્રમ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન