Sanjay Raut U-Turn On Statement About Indira Gandhi And Karim Lala
  • Home
  • Featured
  • સંજય રાઉતે લીધો યૂ-ટર્ન, ચારેકોરથી ઘેરાયા બાદ હવે ઠાવકા થઈને આપી સ્પષ્ટતા

સંજય રાઉતે લીધો યૂ-ટર્ન, ચારેકોરથી ઘેરાયા બાદ હવે ઠાવકા થઈને આપી સ્પષ્ટતા

 | 3:16 pm IST

પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની અંડરવર્લ્ડ ડૉન કરીમ લાલાની સાથે મુલાકાતને લઇને નિવેદન પર હોબાળો મચ્યા બાદ શિવસેના સાંસદ સંજય રાઉતે પોતાનું નિવેદન પાછું લીધું છે. રાઉતે કહ્યું કે, તેઓ હંમેશાથી ઇન્દિરા ગાંધીનાં સમર્થનમાં બોલતા આવ્યા છે અને તેમનું સન્માન કરે છે. સંજય રાઉતે કહ્યું કે જો કોઈને તેમના નિવેદનથી ઠેસ પહોંચી છે તો તેઓ પોતાનું નિવેદન પરત લે છે. માનવામાં આવે છે કે કૉંગ્રેસનાં દબાવનાં કારણે રાઉતે યૂ-ટર્ન લીધો છે.

હું મારું નિવેદન પાછું લઉં છું – રાઉત

સંજય રાઉતે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, “કૉંગ્રેસનાં જે અમારા મિત્ર છે તેમને દુ:ખી થવાની જરૂર નથી. જ્યારે પહેલા કોઈ ઈન્દિરાજી પર બોલતુ હતુ ત્યારે કૉંગ્રેસનાં લોકો ચૂપ બેસી રહેતા હતા, હું સામે આવીને બોલતો હતો. તેમ છતા પણ જો મારી વાતથી ઇન્દિરાજીની પ્રતિમાને હાની પહોંચે છે અથવા કોઈ દુ:ખી થયું હોય તો હું મારું નિવેદન પાછું લઉ છું.” આ પહેલા પણ સંજય રાઉતે પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપતા કહ્યું હતુ કે તેઓ ઇન્દિરા ગાંધી અને નહેરૂની હંમેશાથી ઇજ્જત કરતા આવ્યા છે.

ઇન્દિરા ગાંધી પાયધુનીમાં કરીમ લાલાને મળવા જતા હતા

તેમણે આગળ કહ્યું કે, “કરીમ લાલા સાથે અનેક નેતાઓની મુલાકાત થતી હતી. અફઘાનિસ્તાનનાં પઠાણોનાં નેતા તરીકે નેતાઓની તેમની (કરીમ લાલા) સાથે મુલાકાત થતી હતી. કરીમ લાલાની ઑફિસમાં અનેક નેતાઓની તસવીર પણ હતી. સમસ્યા જાણવા માટે કરીમ લાલાને તમામ નેતાઓ મળતા હતા.” ઉલ્લેખનીય છે કે રાઉતે પુણેમાં પુરસ્કાર સમારંભ દરમિયાન એક મીડિયા સમૂહને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધી પાયધુનીમાં કરીમ લાલાને મળવા જતા હતા.

રાઉતે એ પણ દાવો કર્યો કે હાજી મસ્તાનનાં મંત્રાલયમાં આવવા પર આખુ મંત્રાલય તેમને જોવા નીચે આવતુ હતુ. ત્યારબાદ મુંબઈ કૉંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ સંજય નિરૂપમ અને મિલિંદ દેવડાએ વાંધો ઉઠાવતા રાઉતે પોતાનું નિવેદન પાછું લેવું પડ્યું.

આ વિડીયો પણ જુઓ: CDS બિપિન રાવતની પાકિસ્તાનને ચેતવણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન