આ રીતે બનાવો એકદમ ક્રિસ્પી 'રવા ઢોસા' - Sandesh
  • Home
  • Food & Travel
  • આ રીતે બનાવો એકદમ ક્રિસ્પી ‘રવા ઢોસા’

આ રીતે બનાવો એકદમ ક્રિસ્પી ‘રવા ઢોસા’

 | 4:38 pm IST

સામગ્રી

રવો – 1/2 કપ
મેંદો – 1/4 કપ
ચોખાનો લોટ – 1/4 કપ
મીઠું – સ્વાદાનુસાર
જીરું – 1/2 ચમચી
હિંગ – 1 ચપટી
સમારેલી કોથમીર – 2 ચમચી
સમારેલ મરચા – 1 ચમચી અથવા સ્વાદાનુસાર
તેલ – 2 ચમચા જેટલું
પાણી – 2 કપ જેટલું

રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં બારીક રવો, મેંદો, ચોખાનો લોટ, મીઠું, જીરું, હિંગ બધું મિક્સ કરવું, હવે તેમાં ધીમે ધીમે પાણી નાખતા જઈ ગઠ્ઠા ના રહે એ રીતે હલાવતા જઈ પાતળું છાસ જેવું ખીરું તૈયાર કરવું, તેને અડધો કલાક ઢાંકીને રાખવું જેથી કરી રવો પાણી શોષી શકે.
  • અડધા કલાક બાદ ખીરામાં સમારેલ મરચા અને કોથમીર ઉમેરવા.
  • હવે ઢોસા તૈયાર કરવા એક ઢોસા બનાવવા માટેનો ફ્લેટ નોનસ્ટીક તવો મધ્યમ તાપમાં ગરમ કરવો, તેમાં થોડું પાણી છાંટી કોટનના કપડા વડે તવો લુછી લેવો ત્યારબાદ તેમાં બે ચમચી જેટલું તેલ ફેલાવવું, હવે ચમચા વડે ખીરાને ચારે તરફ ફેલાય તેમ રેડવું તેવી રીતે જ ઢોસાને ગોળ અથવા ચોરસ આકાર આપવો, ખીરુ ઘટ્ટ ના હોવાથી આ ઢોસાને સહેલાઈથી આકાર આપી શકાય છે.
  • હવે ઢોસાની નીચેની બાજુ બ્રાઉન કલરની થવા લાગે અને તવેતા વડે સહેલાઇથી ઉખડે એટલે સાઈડ બદલાવવી એક ચમચી તેલ ફેલાવી બીજી બાજુ પણ ઢોસો શેકી લેવો, તેને વાળી પ્લેટમાં લઇ લેવો આ રીતે બધા ઢોસા બનાવી લેવા.
  • આ ઢોસા ઓછા સમયમાં તૈયાર થઇ જાય છે, તેને નાસ્તામાં પણ લઇ શકાય અને ડીનરમાં પણ મસાલા ઢોસા બનાવીને લઇ શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન