raveena tandon said i have not slept with hero for a role in bollywood
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવૂડની હિટ-હોટ અભિનેત્રીએ કર્યો ધમાકો, ‘કામની ભીખ માંગવા ક્યારેય કોઈ સાથે સૂતી નથી’

બોલિવૂડની હિટ-હોટ અભિનેત્રીએ કર્યો ધમાકો, ‘કામની ભીખ માંગવા ક્યારેય કોઈ સાથે સૂતી નથી’

 | 6:32 pm IST

જ્યારથી બોલિવૂડમાં મીટૂ ચળવળ શરૂ થઈ ત્યારપછી ઘણા અભિનેતા અને ડાયરેક્ટર વિશે નવા નવા ખુલાસા થયા હતા અને અભિનેત્રીઓએ બોલિવૂડનો કાળો ચિઠ્ઠો ખોલ્યો હતો. ત્યારે બોલિવૂડની અભિનેત્રી રવિના ટંડને પણ કંઈક હટકે વાત કરી છે. સુશાંત રાજપૂતના મોત બાદ રવિના ટંડને સોશિયલ મીડિયા પર બોલિવૂડની પોલ ખોલી નાખી છે. ફરી એક વાર તે પોતાના સ્ટ્રગલિંગના દિવસોને યાદ કરી રહી છે.

રવિનાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે, બોલિવૂડમાં લોકો પોતાને ઘમંડી સમજી રહ્યા છે. ઈન્ડસ્ટ્રીઝમાં મારુ કોઈ ગોડફાધર નહોતું. હું એક પણ કેમ્પનો ભાગ રહી નથી. મારી સાથે કોઈ એવો હિરો નહોતો જે મને પ્રમોટ કરી શકે. તે સમયે મેં ઘણુ બધુ સહન કર્યુ છે. મારા પર ઘણા વાહિયાત આર્ટિકલ પણ લખાયા હતાં. એટલા માટે લખાયા હતાં કે હું તૂટી જાઉ.

રવિનાએ આગળ વાત કરી કે, હું ફિલ્મોમાં રોલ માટે ક્યારેય કોઈ હિરો સાથે સૂતી નથી. અનેક કેસમાં મને અભિમાની પણ કહેવામાં આવી હતી. કેમ કે લોકોની આશા અનુસાર હું કામ નહોતી કરતી. મેં કોઈના ઈશારા પર કામ નથી કર્યું. હિરોના કહેવા પર ન તો ઉઠતી હતી, કે ન તો બોલતી હતી. આજે જે રીતે બોલિવૂડમાં નેપોટિઝમની વાત થઈ રહી છે, તે પ્રમાણે ઈનસાઈડર્સ અને આઉટસાઈડર્સની વાતો થઈ રહી છે. પણ દરેક જગ્યાએ તમારે લડવુ પડે છે. રવિનાએ વાત કરી કે, મને જેટલી દબાવવાની કોશિશ કરી, મેં તેટલી જ મજબૂતીથી લડાઈ લડી. નેપોટિઝમ અને ગંદુ રાજકારણ દરેક જગ્યાએ છે જ.

આ વીડિયો પણ જુઓ: આનંદીબેન પટેલે સંદેશ ન્યુઝ સાથે ખાસ વાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન