Ravi Patel stops outside the house broken Hardik Patel
  • Home
  • Ahmedabad
  • કુંટુંબી ભાઈને રોકતા હાર્દિક ઉકળ્યો, જાણો ઘરની બહાર આવીને પોલીસવાળાઓને શું કહ્યું?

કુંટુંબી ભાઈને રોકતા હાર્દિક ઉકળ્યો, જાણો ઘરની બહાર આવીને પોલીસવાળાઓને શું કહ્યું?

 | 7:52 am IST

હોસ્પિટલમાંથી રિટર્ન ફાર્મ હાઉસમાં રિટર્ન થયેલા હાર્દિક પટેલે ફરીથી ઉપવાસ શરૂ કર્યા છે. સોમવારે સવારે પરીવારના સભ્યને ગ્રીનવુડને મેઈન ગેટ પર પોલીસે અટકાવતા હાર્દિક ઉપવાસી છાવણીમાંથી છેક બહાર રીંગ રોડ પર આવી પહોંચ્યો હતો. મારા કુંટુબવાળાને રોકવાના નહી તેમ કહેતા હાર્દિકે પોલીસવાળાએ દાદાગીરી બધી હદ વટાવ્યાનું કહેતા રીંગ રોડ પર ક્ષણિક ચડસાચડસીથી હંગામો મચ્યો હતો.

હાર્દિકના પારિવારીક ભાઈ રવિ પટેલને પોલીસે રીંગ રોડ પર અટકાવ્યો હતો. તેની જાણ અંદર ઉપવાસી છાવણીમાં કરતા હાર્દિક પોતે કારમાં સવાર થઈ મેઈન ગેટ પર આવી પહોંચ્યો હતો. સ્થિતિ તંગ બને તે પહેલા જ પોલીસે રવિને અંદર જવા દેતા હાર્દિક પરત છાવણીમાં જતો રહ્યો હતો. આ તરફ ખેડૂતોના દેવામાફી, અનામત અને કથિરીયાની મુક્તિના મુદ્દે ઉપવાસ પર હોવાની જાહેરાત કર્યા બાદ સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ સોમવારે સાંજે હાર્દિકના મેડીકલ ચેકઅપ માટે છાવણીમાં પહોંચી હતી. જો કે, હાર્દિકે મેડીકલ ચેકઅપનો ઈન્કાર કરતા ટીમને પરત જતુ રહેવુ પડયુ હતુ. હોસ્પિટલમાંથી પરત આવ્યા બાદ હાર્દિકને જુજ લોકો જ મળવા આવી રહ્યા છે. સોમવારે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી ફરીવાર હાર્દિકને મળ્યા હતા. મેવાણીએ કહ્યુ કે, સરકારે પોતાનો ઈગો સાઈડમાં રાખીને ટેબલ ટોક કરવી જોઈએ.

મારી હાઉસિંગ લોન પણ સરકાર માફ કરે

વૈષ્ણોદેવી સર્કલ પાસે રિંગ રોડ પર આવેલા ગ્રીનવૂડ રિસોર્ટના ગેટની સામે પોલીસ અને મિડિયાના કેમેરા સામે આવેલા અમદાવાદના એક યુવાને હાર્દિકના ઉપવાસ આંદોલન, તેની માંગણીઓનો વિરોધ કર્યો હતો. જેનો વિડિયો સોશ્યલ મિડિયામાં વાઈરલ થયો છે. જેમાં આ યુવાન મારી હાઉસિંગલોન પણ સરકાર માફ કરે તેવી માંગણી કરી રહ્યો છે.