Ravi Shastri Applause For Appreciated Kane Williamson
  • Home
  • Sports
  • Cricket
  • કૉચ રવિ શાસ્ત્રીએ પણ વિરાટનો છોડ્યો સાથ, કોહલીની નહીં ને આ કેપ્ટનની કરી ભરપુર પ્રશંસા

કૉચ રવિ શાસ્ત્રીએ પણ વિરાટનો છોડ્યો સાથ, કોહલીની નહીં ને આ કેપ્ટનની કરી ભરપુર પ્રશંસા

 | 5:00 pm IST

ભારતીય ટીમનાં હેડ કૉચ રવિ શાસ્ત્રીએ ન્યૂઝીલેન્ડ ટીમનાં કેપ્ટન કેન વિલિયમ્સનની દિલ ખોલીને પ્રશંસા કરી છે. બુધવારનાં રવિ શાસ્ત્રીએ કહ્યું કે કેન વિલિયમ્સને વર્લ્ડ કપ 2019ની ફાઇનલ દરમિયાન જેવી છબી દુનિયા સામે પ્રસ્તુત કરી તે પ્રશંસનીય છે. વર્લ્ડ કપ 2019નો ફાઇનલ મુકાબલો યજમાન ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે લૉર્ડ્સનાં ઐતિહાસિક મેદાન પર રમાયો. આ મુકાબલો ટાઈ રહ્યો. ત્યારબાદ પરિણામ નીકાળવા માટે રમાડવામાં આવેલી સુપર ઑવર પણ ટાઈ રહી. અંતમાં બાઉન્ડ્રી કાઉન્ટનાં આધારે ઇંગ્લેન્ડને વિજયી આપવામાં આવ્યો. આ નિર્ણયનો કીવી કેપ્ટને વિનમ્રતાથી સ્વીકાર કર્યો.

કેન વિલિયમ્સનની પ્રશંસા કરતા કર્યું ટ્વિટ

આ વાતને લઇને રવિ શાસ્ત્રીએ કીવી કેપ્ટન કેન વિલિયમ્સનની પ્રશંસા કરતા ટ્વિટ કર્યું. રવિ શાસ્ત્રીએ લખ્યું કે, ‘તમારું કમ્પોઝર અને ગરિમા વર્લ્ડ કપ દરમિયાન ઉલ્લેખનીય છે. તમારી ગરિમા અને શાંતિ 48 કલાક બાદ પણ જણાવે છે કે તમે શું મેળવ્યું. અમે જાણીએ છીએ કે વર્લ્ડ કપ પર એક હાથ તમારો પણ છે. તમે ફક્ત કેન નહીં, પરંતુ સક્ષમ પણ છો. ભગવાન ભલું કરે.’

વિલિયમ્સને વર્લ્ડ કપમાં કર્યું શાનદાર પ્રદર્શન, ન્યૂઝીલેન્ડને પહોંચાડ્યું ફાઇનલમાં

કેન વિલિયમ્સને પોતાની ટીમને કેપ્ટન તરીકે ફાઇનલ સુધી પહોંચાડી. આ ઉપરાંત વર્લ્ડ કપમાં 2 સદી અને 2 અડધી સદીની સાથે 578 રન બનાવ્યા, જે એક વર્લ્ડ કપમાં કોઇપણ કેપ્ટન દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધારે રન હતા. એટલું જ નહીં, કેન વિલિયમ્સને 2 વિકેટ પણ પોતાના નામે કરી હતી. જો કે કિસ્મતથી ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપ જીતી શક્યું નહોતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન