Ravi Shastri Have To Give Application letter Again For Post Of Couch
  • Home
  • Sports
  • Cricket
  • કૉચ પદ પરથી રવિ શાસ્ત્રીને પણ કહેવામાં આવશે ‘ટાટા’, ફરીથી કૉચ બનવા કરવું પડશે આ કામ

કૉચ પદ પરથી રવિ શાસ્ત્રીને પણ કહેવામાં આવશે ‘ટાટા’, ફરીથી કૉચ બનવા કરવું પડશે આ કામ

 | 11:04 pm IST

બીસીસીઆઈ જલદી ભારતીય ક્રિકેટ ટીમનાં મુખ્ય કૉચ સહિત સહાયક કર્મચારીઓ માટે આવેદન મંગાવશે અને વેસ્ટઇન્ડીઝ પ્રવાસ બાદ કૉન્ટ્રાક્ટ સમાપ્ત થયા બાદ શાસ્ત્રીને ફરી આવેદન કરવાનું રહેશે. સપોર્ટ સ્ટાફ જેમાં શાસ્ત્રી, બૉલિંગ કૉચ ભરત અરૂણ, બેટિંગ કૉચ સંજય બાંગર અને ફીલ્ડિંગ કૉચ આર શ્રીધર સામેલ છે, તેમને વર્લ્ડ કપ બાદ 45 દિવસનું એક્સટેંશન આપવામાં આવ્યું છે, જેમાં 3 ઑગષ્ટથી 3 સપ્ટેમ્બર સુધી વેસ્ટઇન્ડીઝ ટૂર સામેલ છે.

ટીમમાં એક નવા ટ્રેનર અને ફિઝિયોનું આવવું નક્કી

આ તમામ ફરી આવેદન કરી શકે છે. વિશ્વ કપમાં ભારત સેમિ-ફાઇનલમાંથી બહાર થયા બાદ શંકર અને પૈટ્રિક ફરહાર્ટનાં ગયા બાદ ટીમમાં એક નવા ટ્રેનર અને ફિઝિયોનું આવવું નક્કી છે. વેસ્ટઇન્ડીઝ પ્રવાસ બાદ ભારતનું ઘરેલૂ સત્ર 15 સપ્ટેમ્બર દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીથી શરૂ થઇ જશે. વિવાદાસ્પદ પરિસ્થિતિઓમાં અનિલ કુંબલેનો કાર્યકાળ સમયથી પહેલા સમાપ્ત થયા બાદ શાસ્ત્રીને 2017માં મુખ્ય કૉચ બનાવવામાં આવ્યા હતા. 57 વર્ષનાં શાસ્ત્રી ઑગષ્ટ 2014થી જૂન 2016 સુધી ભારતનાં ક્રિકેટ નિર્દેશક પણ હતા.

ભારતે શાસ્ત્રીનાં માર્ગદર્શનમાં એક પણ મોટી ICC પ્રતિયોગિતા જીતી નથી

ભારતે તેમના માર્ગદર્શનમાં એક પણ મોટી ICC પ્રતિયોગિતા જીતી નથી. જો કે આ વર્ષની શરૂઆતમાં ઑસ્ટ્રેલિયામાં પહેલીવાર ટેસ્ટ સીરીઝ જીતીને ઇતિહાસ રચ્યો હતો. બીસીસીઆઈનાં એક નવા અધિકારીએ જણાવ્યું કે, “આવેદનને એક અથવા બે દિવસમાં અમારી વેબસાઇટ પર મુકવામાં આવશે. સહયોગી કર્મચારીઓ ઉપરાંત, ટીમ મેનેજર પદ માટે પણ આવેદનપત્ર મંગાવવામાં આવશે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન