Ravi Shastri Said This Team is Best from the Last 15-20 year's Team
  • Home
  • Sports
  • Cricket
  • સીરીઝ હારવા છતા શાસ્ત્રીએ અધ્ધર રાખ્યો કૉલર, કહ્યું, “આ ટીમ છેલ્લા 20 વર્ષની સર્વશ્રેષ્ઠ”

સીરીઝ હારવા છતા શાસ્ત્રીએ અધ્ધર રાખ્યો કૉલર, કહ્યું, “આ ટીમ છેલ્લા 20 વર્ષની સર્વશ્રેષ્ઠ”

 | 2:12 pm IST

ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરીઝ હાર્યા બાદ વિરાટ કોહલીની ટીમનો મુખ્ય કોચ રવિ શાસ્ત્રી બચાવ કરી રહ્યા છે. શાસ્ત્રીએ કહ્યું કે અત્યારની ટીમનાં ખેલાડીઓએ એ બધું જ મેળવ્યું છે જે પહેલાનાં ખેલાડીઓ કરી શક્યા નથી. રવિ શાસ્ત્રીનો દાવો છે કે હાલની ટીમ ગત 15-20 વર્ષની વિદેશોમાં સૌથી સારું પ્રદર્શન કરનારી ટીમ છે. ભારતીય ટીમ ચોથી ટેસ્ટમાં 60 રનથી હારી ગઈ હતી જેથી તે 5 મેચોની સીરીઝમાં 1-3થી હારી ગઈ છે. સીરીઝની અંતિમ મેચ શુક્રવારે ઑવલમાં રમાશે.

શાસ્ત્રીએ કહ્યું, “અમારા ખેલાડીઓએ સંપૂર્ણ જોર લગાવ્યું હતુ. જો તમે છેલ્લા 3 વર્ષનો રેકોર્ડ જોશો તો અમે વિદેશી ધરતી પર 9 મેચ અને 3 સીરીઝમાં જીત મેળવી છે (વેસ્ટઇન્ડીઝ અને શ્રીલંકા સામે બે વાર). મે છેલ્લા 15-20 વર્ષમાં કોઇપણ ભારતીય ટીમને આટલા ઓછા સમયમાં આટલુ સારુ પ્રદર્શન કરતા નથી જોઈ. આ ટીમમાં દમ છે.”

રવિ શાસ્ત્રીએ કહ્યું કે, “જ્યારે તમે મેચ હારો છો ત્યારે દુ:ખ થાય છે. આવા સમયે તમે પોતાનું અવલોકન કરો છો અને આવી સ્થિતિઓથી નીકળવા માટે યોગ્ય રસ્તો શોધો છે અને લક્ષ્ય મેળવવાનો પ્રયત્ન કરો છો. જો તમે પોતાનામાં વિશ્વાસ રાખો છો તો એક દિવસ તમે આવું કરશો.”