રવિ શાસ્ત્રીએ કોહલીને લઇ લીધો એવો નિર્ણય કે ગાંગુલીને આવી ગયો ગુસ્સો અને... - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • રવિ શાસ્ત્રીએ કોહલીને લઇ લીધો એવો નિર્ણય કે ગાંગુલીને આવી ગયો ગુસ્સો અને…

રવિ શાસ્ત્રીએ કોહલીને લઇ લીધો એવો નિર્ણય કે ગાંગુલીને આવી ગયો ગુસ્સો અને…

 | 3:21 pm IST

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીના નંબર ચાર પર બેટિંગ કરવાના આઇડિયાને પાયાવિહોણો ગણાવ્યો છે. ગાગુલીની નજરમાં ટોપ-3 બેટ્સમેન સીમિત ઓવરોમાં ક્રિકેટમાં ભારતની શક્તિ છે અને તેઓએ તેના પર કાયમી અમલ કરવો જોઇએ.

ગાંગુલીની આ ટિપ્પણી ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીની તે સલાહ બાદ આવી છે જેમા તેમણે કહ્યું હતું કે, વર્લ્ડ કપ માટે બેટિંગમાં અને લચક લાવવા માટે કોહલીએ નંબર ચાર પર બેટિંગ કરવી જોઇએ.

ગાંગુલીએ એક ખાનગી ટીવી ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું કે,’વિરાટ કોહલી સિરીઝમાં નંબર ત્રણ પર બેટિંગ કરશે. હું સમાચાર પત્રમાં વાંચી રહ્યો હતો કે રવિ શાસ્ત્રી તેમને નંબર ચાર પર બેટિંગ કરાવવા માંગે છે. પરંતુ હું નથી જાણતો કે, પછી નંબર ત્રણ પર કોણ બેટિંગ કરશે. કદાચ અંબાતી રાયડુ પછી નંબર ત્રણ પર બેટિંગ કરશે અને કોહલી 4 પર આવશે. મને નથી લાગતુ કે આ કોઇ યોગ્ય નિર્ણય હશે. કારણ કે, કોહલી નંબર ત્રણ પર ખુબ જ મોટો ખેલાડી છે. વન-ડે ક્રિકેટમાં ભારતની શક્તિ- શિખર ધવન, રોહિત શર્મા અને વિરાટ કોહલી છે.’

ગાંગુલીએ વધુમાં કહ્યું,’જો ટોપ 4માં આ બેટ્સમેન છે અને પછી મહેન્દ્ર સિંહ ધોની અને કેદાર જાધ પાંચ અને છ નંબર પર આવશે. તેના પછી હાર્દિક પંડ્યા સાતમાં નંબર પર આવશે. દિનેશ કાર્તિક પણ આ ટીમમાં હશે અને રિષભ પંતને પણ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પાંચ વન-ડે મેચોની સિરીઝમાં જરૂરથી રાખવો જોઇએ. આમા આપણે દેખી શકીશુ કે, તે ભારતીય ક્રિકેટ ટીમ માટે નંબર 6 પર મેચ વિનર છે કે નહી. આવામાં તેને જરૂરથી તક આપવી જોઇએ.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન