Ravi Shastri Talking About Dhoni's Batting Position In Semi Final
  • Home
  • Sports
  • Cricket
  • કૉચ રવિ શાસ્ત્રીનો મોટો ખુલાસો, ધોનીને નંબર-7 પર મોકલવાનાં નિર્ણય પર તોડ્યું મૌન

કૉચ રવિ શાસ્ત્રીનો મોટો ખુલાસો, ધોનીને નંબર-7 પર મોકલવાનાં નિર્ણય પર તોડ્યું મૌન

 | 3:29 pm IST

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ન્યૂઝીલેન્ડ સામે સેમિ-ફાઇનલ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીની બેટિંગ પૉઝિશન પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ મેચમાં ધોની નંબર 7 પર બેટિંગ કરવા ઉતર્યો હતો, જ્યારે ઋષભ પંતને નંબર-4 અને દિનેશ કાર્તિકને નંબર-5 પર બેટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. પાંચ રનનાં સ્કોર પર 3 વિકેટ પડ્યા પછી ટીમ ઇન્ડિયાને જે નંબર પર ધોનીની જરૂરિયાત હતી તે નંબર પર ઋષભ પંત અને દિનેશ કાર્તિક જેવા બેટ્સમેનોને ઉતારવામાં આવ્યા જેમની પર ભરોસો કરી શકાય તેમ નહોતો.

ધોનીનાં અનુભવની બાદમાં જરૂરિયાત હતી

ધોનીને સાતમાં નંબર પર બેટિંગ માટે મોકલવાને લઇને ટીમ ઇન્ડિયાનાં કૉચ રવિ શાસ્ત્રીએ સ્પષ્ટતા કરી છે. રવિ શાસ્ત્રીએ કહ્યું કે, “ધોનીને સાતમાં નંબરે બેટિંગ માટે મોકલવાનો નિર્ણય સંપૂર્ણ ટીમનો હતો અને આ એક સરળ નિર્ણય હતો.” શાસ્ત્રીએ કહ્યું કે, “જો ધોની પહેલા બેટિંગ માટે ગયો હોત અને જલદી આઉટ થઇ ગયો હોત તો સ્થિતિ વધારે ખરાબ થઇ ગઇ હોત. તેમનાં અનુભવની બાદમાં જરૂરિયાત હતી.” શાસ્ત્રીએ કહ્યું કે, “ધોની દુનિયાનો સૌથી મોટો ફિનિશર છે અને તેનો ઉપયોગ આ રીતે ના કરતા તો પછી ન્યાય નહોતો. ટીમમાં દરેક જણ ઇચ્છતો હતો કે ધોની પાછળ બેટિંગ કરે.”

સચિન અને ગાંગુલીએ ધોનીની બેટિંગ પૉઝિશનને લઇને ઉઠાવ્યો હતો પ્રશ્ન

શાસ્ત્રી પહેલા વિરાટ કોહલીએ કહ્યું હતુ કે, “શરૂઆતની કેટલીક મેચો બાદ પ્લાન કરવામાં આવ્યું હતુ કે ધોની નીચેના બેટ્સમેનો સાથે બેટિંગ કરશે. તેણે જાડેજા સાથે સારી બેટિંગ કરી. ટીમમાં યોગ્ય બેલેન્સની જરૂરિયાત છે. જો એક ખેલાડી હિટ કરી રહ્યો હોય તો બીજા ખેલાડીએ સંભાળીને રમવાની જરૂર હોય છે.” ધોનીને લઇને મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે કહ્યું હતુ કે, “મને લાગે છે કે જો નંબર-5 પર ધોની બેટિંગમાં આવ્યો હોત તો ચીજો અલગ થઇ શકતી હતી. જાડેજાની ઇનિંગ દરમિયાન તેની સાથે સતત વાત કરી રહ્યો હતો અને તેની રમત જોઇને લાગી રહ્યું હતુ તે સંપૂર્ણ પરિસ્થિતિને કંટ્રોલ કરી રહ્યો હતો.”

જો ધોની બેટિંગમાં ઉપરનાં ક્રમે આવ્યો હોત તો પરસ્થિતિ અલગ હોત

સચિને કહ્યું કે, “મને લાગે છે કે મિડિલ ઑર્ડરનાં વિસ્ફોટક બેટ્સમેનોમાં જ્યારે હાર્દિક પંડ્યા અને ઋષભ પંતે પાર્ટનરશિપ કરવાની જરૂર હતી ત્યારે તેમણે વિકેટ ગુમાવી દીધી. તેમને આ પરિસ્થિતિમાં અલગ માઇન્ડસેટની જરૂર હતી.” સચિને કહ્યું કે, “નંબર-4 પર પંત અને નંબર-5 પર ધોની હોત અને પંત અને હાર્દિક ધોની સાથે 5-7 ઑવર ટકી જતા તો સ્થિતિ કંઇક અલગ હોત.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન