Ravichandran Ashwin equals Harbhajan Singh's record in Test cricket
  • Home
  • Sports
  • Cricket
  • રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં દિગ્ગજ બોલરના રેકોર્ડની કરી બરાબરી

રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં દિગ્ગજ બોલરના રેકોર્ડની કરી બરાબરી

 | 6:23 pm IST
  • Share

  • રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 417 વિકેટ હાંસલ ક
  • અશ્વિને હરભજન સિંહના રેકોર્ડની બરાબરી કરી
  • કાનપુર ટેસ્ટમાં અશ્વિન પાસે વધુ વિકેટ લેવાની તક


ભારતીય ક્રિકેટ ટીમનો અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને એક દિવસ અગાઉ પાકિસ્તાનના દિગ્ગજ બોલર વસીમ અકરમના સૌથી વધુ ટેસ્ટ વિકેટનો રેકોર્ડ ધ્વસ્ત કર્યો હતો. આજે કાનપુર ટેસ્ટના ચોથા દિવસના સ્ટમ્પ પહેલા વિલ યંગને LBW આઉટ કરતા જ આર અશ્વિને ટર્બનેટર હરભજન સિંહના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 417 વિકેટ હાંસલ કરી છે, જ્યારે હરભજન સિંહના નામે પણ 103 ટેસ્ટમાં 417 વિકેટ છે.

આમ અશ્વિનના નામે આ ટેસ્ટમાં ભજ્જીના રેકોર્ડને પાછળ છોડવાની તક છે, કારણ કે ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડને 284 રનનો ટાર્ગેટ આપ્યો છે. કિવી ટીમની એક વિકેટ પણ પડી ગઇ છે. જ્યારે 9 વિકેટ બાકી છે. સ્પિનર્સ માટે અનુકૂળ પિચ પર અશ્વિનની પાસે હાલ વધુ વિકેટ લેવાની તક છે. જણાવી દઇએ કે, પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર વસીમ અકરમે 104 ટેસ્ટ મેચોમાં 414 વિકેટ લીધી હતી.

તેના કરિયરની 80મી ટેસ્ટ મેચ રમી રહેલા અશ્વિને ન્યૂઝીલેન્ડ સામે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં કાયલ જેમિસનને આઉટ કરીને અકરમને પાછળ છોડી દીધો, જ્યારે વિલ યંગને આઉટ કરીને સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાના ભજ્જીના રેકોર્ડની બરાબરી કરી. ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં અશ્વિન 13માં નંબર પર આવી ગયો છે. અશ્વિન 80 મેચ જ્યારે ભજ્જીએ 103 ટેસ્ટ મેચમાં આ કારનામું કર્યું છે.

જોકે ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ભૂતપૂર્વ લેગ સ્પિનર ​​અનિલ કુંબલેના નામે છે. કુંબલેએ 619 વિકેટ પોતાના નામે કરી છે. આ લિસ્ટમાં બીજા નંબર પર કપિલ દેવ છે જેમણે ટેસ્ટમાં 434 વિકેટ લીધી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો