Ravichandran Ashwin made history in Test cricket by beating Pakistan's veteran bowler
  • Home
  • Sports
  • Cricket
  • રવિચંદ્રન અશ્વિને પાકિસ્તાનના દિગ્ગજ બોલરને પછાડી ઇતિહાસ રચ્યો

રવિચંદ્રન અશ્વિને પાકિસ્તાનના દિગ્ગજ બોલરને પછાડી ઇતિહાસ રચ્યો

 | 8:33 pm IST
  • Share

  • ટેસ્ટ ક્રિકેટમાં ​​રવિચંદ્રન અશ્વિને ઈતિહાસ રચ્યો
  • અશ્વિને પાકિસ્તાની દિગ્ગજને પછાડ્યો
  • રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 416 વિકેટ પોતાના નામે કરી

કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાના સિનિયર સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને ઈતિહાસ રચી દીધો છે. પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે તેણે 2 વિકેટ લીધી હતી અને ભૂતપૂર્વ પાકિસ્તાની દિગ્ગજને પાછળ છોડી દીધો છે અને હરભજન સિંહની ખૂબ નજીક પહોંચી ગયો છે.

અશ્વિને અકરમને પછાડ્યો

રવિચંદ્રન અશ્વિને હવે ટેસ્ટ ક્રિકેટમાં 416 વિકેટ પોતાના નામે કરી છે અને આ રીતે પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વસીમ અકરમને પાછળ છોડી દીધો છે. રવિચંદ્રન અશ્વિન હવે ટેસ્ટ ક્રિકેટમાં હરભજન સિંહના રેકોર્ડથી માત્ર 1 ડગલું પાછળ છે. ભજ્જીએ ટેસ્ટ ફોર્મેટમાં રમતા 417 વિકેટ લીધી છે. એટલે કે 2 વિકેટ લેવાની સાથે અશ્વિન આ રેકોર્ડ પણ તોડી શકે છે.

કાનપુરમાં કતૂટશે ભજ્જીનો રેકોર્ડ

કાનપુર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ હજુ વધુ એક ઇનિંગમાં બોલિંગ કરવાની બાકી છે અને હજુ 2 દિવસ બાકી છે, તેથી સંભવ છે કે રવિચંદ્રન અશ્વિન સરળતાથી 2 વિકેટ લઈ લે અને હરભજન સિંહનો રેકોર્ડ ધ્વસ્ત કરે.

માત્ર 80 મેચોમાં કર્યો કમાલ

રવિચંદ્રન અશ્વિને 80 ટેસ્ટ મેચમાં 416 વિકેટ લીધી છે જ્યારે વસીમ અકરમે 104 ટેસ્ટ મેચમાં 416 વિકેટ લીધી છે. અશ્વિને 30 વખત એક ઇનિંગમાં 5 વિકેટ લીધી છે. આ સિવાય તેણે 7 વખત ટેસ્ટમાં 10 વિકેટ લેવાનો કરિશ્મો કર્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો