CWC19: Ravichandran Ashwin Made Video Of Stuart Broad's Celebration
  • Home
  • Sports
  • Cricket
  • Video: ‘વિશ્વ કપ વિજેતા’ ઇંગ્લેન્ડનાં ખેલાડીઓ સાથે આ ભારતીય ક્રિકેટરે મનાવ્યો જશ્ન

Video: ‘વિશ્વ કપ વિજેતા’ ઇંગ્લેન્ડનાં ખેલાડીઓ સાથે આ ભારતીય ક્રિકેટરે મનાવ્યો જશ્ન

 | 7:39 pm IST

ઇંગ્લેન્ડે રવિવારનાં વર્લ્ડ કપ 2019ની ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને બાઉન્ડ્રી કાઉન્ટિંગનાં આધાર પર હરાવ્યું. આ જીત સાથે જ ક્રિકેટનો જન્મદાતા દેશ ઇંગ્લેન્ડ પહેલીવાર વર્લ્ડ કપની ટ્રૉફી જીતવામાં સફળ રહ્યો. ઇંગ્લેન્ડની જીત પછી નૉટિંઘમમાં ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિને નૉટિંઘમશાયર કાઉન્ટી ટીમની સાથે ડ્રેસિંગ રૂમમાં પોતાના સાથીઓ સાથે જશ્ન મનાવ્યો.

અશ્વિને બનાવ્યો બ્રોડનાં જશ્નનો વિડીયો

જો કે આ પહેલા જ્યારે મેચ ચાલી રહી હતી, ત્યારે અંતિમ ઑવરનાં ચોથા બૉલે ઇંગ્લેન્ડને ઑવર થ્રોથી 6 રન મળ્યા હતા. આ 6 રન મળતા જ ડ્રેસિંગ રૂમમાં ઇંગ્લેન્ડનો ખેલાડી સ્ટુઅર્ટ બ્રૉડ ઉછળવા લાગ્યો હતો. બ્રૉડનાં આ જશ્નનો અશ્વિને વિડીયો બનાવ્યો, ત્યારબાદ બ્રૉડે ટ્વિટર પર આ વિડીયો શેર કર્યો છે.

ટર્ન અને ટ્વિસ્ટથી ભરપુર રહી ફાઇનલ મેચ

આ પહેલીવાર છે જ્યારે 50 ઑવરની ક્રિકેટ મેચમાં પરિણામ બાઉન્ડ્રી કાઉન્ટિંગનાં આધારે નીકાળવામાં આવ્યું. જો કે ક્રિકેટનાં ઇતિહાસમાં આ મુકાબલો અત્યાર સુધીનો સૌથી રોમાંચક મુકાબલો રહ્યો, જેમાં મેચ ટાઈ થઈને સુપર ઑવરમાં ગઇ અને સુપર ઑવરમાં પણ મેચ ટાઈ થઇ ગઇ. ત્યારબાદ મેચમાં સૌથી વધારે બાઉન્ડ્રી લગાવનારી ટીમને વિજેતા જાહેર કરવામાં આવી.

આઈસીસીએ બાઉન્ડ્રી કાઉન્ટિંગનાં આધારે ઇંગ્લેન્ડને વિજેતા જાહેર કર્યું

આ પહેલા મેચમાં પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમે 241 રન બનાવ્યા હતા, જેમાં તેમનાં ઑપનર હેન્રી નિકલ્સે અડધી સદી ફટકારી હતી. ન્યૂઝીલેન્ડનાં 242 રનનાં લક્ષ્યાંકને પાર પાડવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે બેન સ્ટોક્સનાં 84 રનની મદદથી 241 રન બનાવ્યા અને મેચ ટાઈ થઇ. ત્યારબાદ સુપર ઑવરમાં મેચ ગઈ જેમાં ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતા 15 રન બનાવ્યા, જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે પણ એક છગ્ગાની મદદથી 15 રન બનાવ્યા અને સુપર ઑવર પણ ટાઈ થઇ. ત્યારબાદ આઈસીસીએ બાઉન્ડ્રી કાઉન્ટિંગનાં આધારે ઇંગ્લેન્ડને વિજેતા જાહેર કર્યું.

અશ્વિને ટ્વિટર પર ઇંગ્લેન્ડને આપ્યા અભિનંદન

ઇંગ્લેન્ડની જીત બાદ ભારતીય બૉલર આર. અશ્વિને ટ્વિટ કરતા લખ્યું કે, ‘શું ફાઇનલ હતી. ઘણું શાનદાર ઇયોન મૉર્ગન અને તમારી ઇંગ્લિશ ટીમ, જે 2015માં એડિલેડની સાંજ બાદથી જ મિશન 2019માં સામેલ થઇ ગઇ હતી.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન