NIFTY 10,118.05 -68.55  |  SENSEX 32,760.44 +-181.43  |  USD 65.2100 -0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • Film Review: એક માતાનાં સંઘર્ષની રસપ્રદ કહાની છે ‘માતૃ’

Film Review: એક માતાનાં સંઘર્ષની રસપ્રદ કહાની છે ‘માતૃ’

 | 9:23 am IST

ફિલ્મનું નામ : માતૃ
ડિરેક્ટર : અશતર સૈયદ
કલાકારો : રવીના ટંડન, મધુર મિત્તલ, દિવ્યા જગદલે, શૈલેન્દ્ર ગોયલ, અનુરાગ અરોરા, રૂષાદ રાણા
સમયગાળો : 1 કલાક 52 મિનિટ
સર્ટિફિકેટ : A
રેટિંગ : 3.5 સ્ટાર

અભિનેત્રી રવિના ટંડનનો કરિયર ગ્રાફ ખુબ મોટો છે અને લગભમાગ 25 વર્ષોમાં રવિનાએ રોમેન્ટિક ફિલ્મોથી લઇ કોમેડી ફિલ્મો તથા સીરિયલમાં પણ કામ કર્યુ છે. રવિનાને ફિલ્મ દમન માટે નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. અને હવે એકવાર ફરીથી રવિના એક મહત્વનાં મુદ્દા પર આધારિત ફિલ્મ માતૃ લઇને આવી રહી છે. આવો જાણીએ કેવી છે આ ફિલ્મ:

શું છે ફિલ્મની વાર્તા?
આ કહાની દિલ્હીની છે. વિદ્યા ચૌહાન (રવિના ટંડન)  એક સ્કૂલ ટીચર છે, જે પોતાની દીકરી ટિયા ચૌહાન (અલીશા ખાન)નું ખુબ ધ્યાન રાખે છે. વિદ્યા અને તેનો પતિ રવિ (રૂષાદ ખાન) વચ્ચે સરા સંબંધો નથી. બંન્ને એક જ ઘરમાં રહેવા છતા અલગ-અલગ રૂમમાં રહે છે. એક રાત્રે જ્યારે વિદ્યા અને ટિયા શાળાનાં એનુઅલ ફંક્શન બાદ કારમાં બેસીને ઘર તરફ આવી રહ્યા હોય છે ત્યારે મિનિસ્ટર ગોવર્ધન મલિક (શૈલેંદર ગોહિલ)નો પુત્ર અપૂર્વ ગોયલ (મધુર મિત્તલ) પોતાના ચાર મિત્રો સાથે તેમનો પીછો કરી તેમનું અપહરણ કરીને તેમને તેના ઘરે લઇ જાય છે. બાદમાં તે પાંચે યુવાનો મા-દીકરી પર દુષ્કર્મ કરે છે અને બંન્નેને નજીકનાં વિરાન વિસ્તારમાં ફેંકી દે છે. બાદમાં પોલીસ આવે છે અને વિદ્યાને અને ટિયાને હોસ્પિટલ લઇ જાય છે. હવે કેટલાક મહિનાઓ બાદ કેવી રીતે એક મા, આ પાંચ કુકર્મ કરનારાઓ સાથે બદલો લે છે, તે જ વસ્તુને આ ફિલ્મમાં બતાવવામાં આવ્યુ છે.

શું કામ જોવી જોઈએ?
ફિલ્મ તદ્દન રસપ્રદ છે અને ફિલ્મનાં સંવાદ ખૂબ જ જોરદાર છે. ફિલ્મનો પ્રથમ અને છેલ્લો સીન તમને વિચારવા પર વિવશ કરી દેશે. ફિલ્મનું ડાયરેક્શન સારૂ છે અને શૂટિંગની લાજવાબ છે. સાથે જ ફિલ્મની કાસ્ટિંગ પર કમાલની છે. ફિલ્મમાં રવિનાએ એક માની ભૂમિકા સરસ રીતે ભજવી છે. રવિનાની આંખો પોતાનામાં જ અભિનય કરી જાય છે. જેને ડાયરેક્ટરે ખુબ જ સારી રીતે કેમેરામાં કેદ કરી લીધી છે. ત્યાં જ સ્લમડોગ મિલિયેનરથી પોતાની ઓળખ બનાવનાર મધુર મિત્તલે જોરદાર ભૂમિકા ભજવી છે. ત્યાં જ બાકી કલાકારોનું કામ પણ સહજ છે. ફિલ્મ દ્વારા એક મહત્વપૂર્ણ અને ગંભીર મુદ્દા તરફ ઇશારો કરવામાં આવ્યો છે. જેના કારણે લોકોમાં જાગરૂક્તા પ્રસરે છે.

નબળી કડી
ફિલ્મની નબળી કડી તેની કહાની છે, જે નવી તો નથી. માત્ર ટ્રિટમેન્ટ નવી રાખવામાં આવી છે. જેના કારણે તમને કહાનીનો અંત શું આવશે તેનો અણસાર રહે છે. જો કે ફિલ્મને વધારે રોચક અને રસપ્રદ બનાવી શકાતી હતી. જેના કારણે ફિલ્મ દર્શકોને સીટ પર બેસાડી રાખવામાં વધારે સફળ રહેતી.

બોક્સ ઓફિસ
ફિલ્મનું બજેટ ઓછૂ છે અને મોટા ભાગનું શૂટિંગ દિલ્હી અને હરિયાણામાં કરવામાં આવ્યુ છે. સાથે જે ડિઝિટલ અને સેટેલાઇટ રાઇટ્સની સાથે ફિલ્મની કોસ્ટની રિકવર કરવાની ઉમ્મીદ કરી શકાય તેમ છે..