Ravindra Jadeja and Virat kohli celebrate after Fifty
  • Home
  • Sports
  • Cricket
  • મેદાન પર જાડેજાએ કરી એવી કમાલ કે કોહલી પણ નાચવા લાગ્યો, ઇશારા જોઈ સૌ હસવા લાગ્યા

મેદાન પર જાડેજાએ કરી એવી કમાલ કે કોહલી પણ નાચવા લાગ્યો, ઇશારા જોઈ સૌ હસવા લાગ્યા

 | 9:45 pm IST

રાંચી ટેસ્ટમાં પણ ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેનોનો દબદબો દેખાયો અને સાઉથ આફ્રિકાને એકવાર ફરી વિશાળ લક્ષ્ય આપ્યો. રોહિત શર્માએ તેના ટેસ્ટ ક્રિકેટની પહેલી બેવડી સદી ફટકારી. જ્યારે આજિંક્ય રાહણેએ ત્રણ વર્ષ પછી ભારતમાં સદી ફટકારી. આ બન્ને પછી રવિન્દ્ર જાડેજાએ પણ શાનદાર બેટિંગ કરી.

ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 4 ચોગ્ગાના મદદથી અડધી સદી ફટકારી. સૌને ખબર છે કે સદી અથવા અડધી સદી ફટકાર્યા બાદ રવિન્દ્ર જાડેજા તેના અંદાજમાં જશ્ન મનાવે છે. તે તલવારની જેમ બેટ ફેરવે છે. આ વખતે પણ તેને એવું જ કંઇક કર્યું. પરંતુ આ વખતે રવિન્દ્ર જાડેજાની ઉજવણીમાં ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પણ સામેલ થયો અને ડ્રેસિંગ રૂમમાં ડાન્સ કરવા લાગ્યો. આપને જણાવી દઈએ કે ભારતીય બેટિંગ દરમિયાન જ્યારે જાડેજાએ તેની 13મી અડધી સદી પૂરી કરી તો ઉજવણી કરતા બેટને તલવારની સ્ટાઇલમાં ફેરવવાનું શરૂ કર્યું.

રવિન્દ્ર જાડેજાના આ જશ્નમાં કોહલી પણ સામેલ થતા ડ્રેસિંગ રૂમના દરવાજા પર આવ્યો અને જાડેજા તરફ મ્યાનમાંથી તલવાર કાઢવાનો ઇશારો કર્યો. ત્યાર બાદ ઘોડાની સવારી કરવા જેવું જશ્ન મનાવ્યું. કોહલીનો આ અંદાજ જોઈ જાડેજા પણ હસવા લાગ્યો. જો કે, બાદમાં તેણે બેટથી તલવારને મ્યાનમાં રાખવાનો ઈશારો કર્યો. આપને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાએ સતત બીજા ટેસ્ટ મેચમાં અડધી સદી ફટકારી છે. આ પહેલા પૂણે ટેસ્ટમાં તેને 91 રનની ઇનિંગ રમી હતી.

આ વીડિયો પણ જુઓ: સુરતમાં એસઓજીએ ચોરી કરતા 3 આરોપીઓની કરી ધરપકડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન