ધવન સ્વસ્થ પરંતુ હવે આ ખેલાડીએ વધારી કોહલીની ચિંતા - Sandesh
NIFTY 11,429.50 -41.20  |  SENSEX 37,869.23 +-155.14  |  USD 68.8250 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ધવન સ્વસ્થ પરંતુ હવે આ ખેલાડીએ વધારી કોહલીની ચિંતા

ધવન સ્વસ્થ પરંતુ હવે આ ખેલાડીએ વધારી કોહલીની ચિંતા

 | 7:30 pm IST

ઓપનર શિખર ધવનને આફ્રિકા રવાના થયા પહેલાં ઘૂંટણમાં ઇજા થઈ હતી. પરંતુ શુક્રવારથી શરૂ થઈ રહેલી આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ અગાઉ સ્વસ્થ થઈ ગયો છે પરંતુ જાડેજા બીમાર થતાં પ્રથમ ટેસ્ટમાં રમવું શંકાસ્પદ બન્યું છે.

ટીમ ઇન્ડિયાના 29 વર્ષીય ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા છેલ્લા બે દિવસથી વાઇરલ ફીવરમાં પટકાયો છે. BCCIની મેડિકલ ટીમ તેની દેખભાળ કરી રહી છે. સાથે કેપટાઉનમાં સ્થાનિક ડોક્ટરોના સંપર્કમાં પણ છે. એવી આશા છે કે, જાડેજા આગામી 48 કલાકમાં સ્વસ્થ થઈ જશે.

પ્રથમ ટેસ્ટમાં જાડેજાને સામેલ કરવો કે નહીં તે શુક્રવારે મેચ શરૂ થયા પહેલાં નક્કી કરાશે. બીજી તરફ ધવન સ્વસ્થ થતાં પ્રથમ ટેસ્ટ મેચ માટે ઉપલબ્ધ રહેશે.