પાંડ્યાના રન આઉટના કારણે જાડેજા થયો Troll, જુઓ ફની વીડિયો - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • પાંડ્યાના રન આઉટના કારણે જાડેજા થયો Troll, જુઓ ફની વીડિયો

પાંડ્યાના રન આઉટના કારણે જાડેજા થયો Troll, જુઓ ફની વીડિયો

 | 6:56 pm IST

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં પાકિસ્તાને ભારતને 180 રને હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય બેટિંગ લાઇન અપ ફેલ રહી હતી અને માત્ર ચાર બેટ્સમેન જ ડબલ ડિઝિટમાં રન બનાવી શક્યા હતા. ભારત તરફથી હાર્દિક પંડ્યા (76 રન)એ સૌથી વધુ રન બનાવ્યા હતા પરંતુ તે અનલકી રહ્યો અને રવિન્દ્ર જાડેજાને કારણે રન આઉટ થયો હતો.

સોશિયલ મીડિયા પર ફેન્સે ઉતાર્યો ગુસ્સો
મેચમાં ભારતની બેટિંગ ખરાબ રહી હતી અને આખી ટીમ 158 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ જેટલા રન બનાવ્યા તેટલા ટીમના અન્ય બેટ્સમેન તેનાથી વધુ 3 રન જ બનાવી શક્યા હતા. એક સમયે ભારતની 6 વિકેટ 72 રનમાં જ પડી ગઇ હતી અને ટીમ ઘણી શરમજનક હાર તરફ આગળ વધતી હતી પરંતુ સાતમી વિકેટ માટે પંડ્યા અને જાડેજાએ 57 બોલમાં 80 રન જોડી ટીમની સ્થિતિ સંભાળી હતી.

આ દરમિયાન જાડેજાએ પંડ્યાને રન આઉટ કરાવ્યો અને ભારતની જીતની આશા પર પાણી ફરી વળ્યું હતું. હાર્દિક પંડ્યાએ 43 બોલમાં 76 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેને 4 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. પંડ્યાના આઉટ થવાથી નારાજ ક્રિકેટ ફેન્સ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો કાઢતા જાડેજા વિરૂદ્ધ કોમેન્ટ કરવા લાગ્યા હતા.