Ravindra Jadeja has Demand from umpire wicket got on the next ball
  • Home
  • Sports
  • Cricket
  • રવીન્દ્ર જાડેજાની ચતુરતા, એમ્પાયર પાસે કરી એવી માંગ કે મળી ગઇ વિકેટ Video

રવીન્દ્ર જાડેજાની ચતુરતા, એમ્પાયર પાસે કરી એવી માંગ કે મળી ગઇ વિકેટ Video

 | 11:54 am IST

પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે જ્યારે ઇંગ્લેન્ડની ટીમ એક વીકેટના નુક્સાન પર 62 રનના સ્કોર પર રમી રહી હતી, ત્યારે બોલિંગ કરાવી રહેલા રવીન્દ્ર જાડેજા એમ્પાયર પાસે પહોંચ્યા અને બોલ બદલવાની ડિમાન્ડ કરી હતી. બોલ બદલવાની ડિમાન્ડ એટલા માટે કરવામાં આવી હતી કારણ કે, બોલ પોતાની મૂળ સ્થિતિમાં ન હતો. એમ્પાયર પાસે પહોંચેલા જાડેજાએ બોલની મૂળ સ્થિતિ જાણવા માટે ઉપકરણથી દેખાડવાનો પ્રયત્ન કર્યો અને જાણકારી મળી કે બોલની મૂળ સ્થિતિ હવે પહેલા માફક નથી. બાદમાં એમ્પાયરે બોલ બદલવાનો ઇશારો કર્યો.

ખાસ વાત એ છે કે, જ્યારે 27 ઓવર અને ત્રણ બોલ બાદ બોલ બદલવામાં આવ્યો ત્યારે પ્રથમ બોલે જ જાડેજાએ મોઇન અલીને બોલ્ડ કર્યો હતો. અલી 51 બોલો પર 20 રન બનાવીને પેવેલિયનમાં પહોંચી ગયો. હવે તેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમા જાડેજાએ બોલ બદલતાની સાથે જ મોઇન અલીને બોલ્ડ કરી દીધો. સ્લિપમાં ઉભેલ વિરાટ કોહલી પણ આ જોઇ ખુશીથી ઉછળી પડ્યો હતો.

તમને જણાવી દઇએ કે, ઇંગ્લેન્ડે અહિંયા ઓવલ મેદાન પર ભારત વિરૂદ્ધ રવિવારે પોતાની બીજી ઇનિંગમાં બે વિકેટ પર 114 રન બનાવી લીધા છે. પ્રથમ ઇનિંગમાં 332 રન બનાવનાર ઇંગ્લેન્ડે ભારતને તેની પ્રથમ ઇનિંગમાં 292 રન પર ઓલ આઉટ કરી 40 રનની લીડ મેળવી હતી. હોસ્ટ ટીમ પાસે બીજી ઇનિંગમાં અત્યાર સુધીમાં કુલ 154 રનની લીડ મેળવી લીધી છે. જ્યારે તેમની 8 વિકેટ હજૂ શેષ છે. દિવસની રમત પૂર્ણ થતા પોતાની છેલ્લી મેચ રમી રહેલ એલેસ્ટેયર કુક 125 બોલની ઇનિંગમાં ત્રણ ચોગ્ગાની મદદથી 46 રન અને કેપ્ટન જોઇ રૂટ 43 બોલની ઇનિંગમાં પાંચ ચોગ્ગાની મદદથી 29 રન બનાવીને અણનમ રમી રહ્યા છે.