રીવાબા-રવિન્દ્ર જાડેજાએ પાળ્યું તેમની 'પ્રિન્સેસ'નું નામ, Insta પર શેર કરી તસવીરો - Sandesh
  • Home
  • Gujarat
  • રીવાબા-રવિન્દ્ર જાડેજાએ પાળ્યું તેમની ‘પ્રિન્સેસ’નું નામ, Insta પર શેર કરી તસવીરો

રીવાબા-રવિન્દ્ર જાડેજાએ પાળ્યું તેમની ‘પ્રિન્સેસ’નું નામ, Insta પર શેર કરી તસવીરો

 | 10:07 am IST

રવિન્દ્ર જાડેજા અને રીવાબાના ઘરે 7 જૂને પારણું બંધાતા આખા પરિવારમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. ગઈકાલે મંગળવારે સંકટ ચતુર્થીએ છ દિવસ થતાં રાત્રે રીવાબાના પિતા હરદેવસિંહ સોલંકીના ઘરે છઠ્ઠીનો પ્રસંગ યોજાયો હતો.

રીવાબાએ પુત્રીની તસવીર ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરીને કહ્યું હતું કે અમારી પ્રિન્સેસનું નામ ‘નિધ્યાનાબા’ જાડેજા રાખ્યું છે. આ બાળકીના ફઈબાનું નામ નયનાબા છે તો ભત્રીજીનું નામ નિધ્યાનાબા હોવાથી બન્નેની રાશિ એક થાય છે.

રવિન્દ્ર જાડેજા હાલ ચેમ્પિયન ટ્રોફી રમવા ઇંગ્લેન્ડમાં છે. રીવાબાએ રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં રાતે 1.16 કલાકે દિકરીને જન્મ આપ્યો હતો. તેમને સિઝેરીયન ડિલિવરી થઇ હોવાનું પણ જાણવા મળ્યું હતું. રીવાબાના પિતા હરદેવસિંહ સોલંકીએ ત્યારે જણાવ્યું હતું કે, માતા-પુત્રી બન્નેની તબીયત સારી છે. દીકરીના ઘરે લક્ષ્મીજી પધાર્યા તેનાથી બીજી ખુશીની વાત શું હોય શકે.

નિધ્યાનાનો અર્થ
નિધ્યાના શબ્દ સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યો છે. નિધ્યાનાનો અર્થ તર્કની મદદ વિના થતું જ્ઞાન, પ્રત્યક્ષ જ્ઞાન, પ્રમાણ નિરપેક્ષ જ્ઞાન, આંતર દ્રષ્ટિ, આંતર જ્ઞાન અને સહજ જ્ઞાન થાય છે.

અંગ્રેજીમાં આનો અર્થ ‘intution’થાય છે.

રવિન્દ્ર જાડેજાએ પણ ટ્વિટર અને ફેસબુક પર પોતાની દિકરીનું નામ પોસ્ટ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન