NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • IPL બાદ હળવાશના મૂડમાં જાડૂ, પોતાના ખાસ દોસ્ત સાથે શેર કરી તસવીર

IPL બાદ હળવાશના મૂડમાં જાડૂ, પોતાના ખાસ દોસ્ત સાથે શેર કરી તસવીર

 | 5:54 pm IST

1 જૂનથી શરૂ થઈ રહેલ ચેમ્પિયન્સ ટ્રોફી પર બધાની નજર રહેલી છે. આઈપીએલ-10માં ભલે ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા તેમની પ્રતિભા અનુશાર પ્રદર્શન કરી શક્યા નહતા. પરંતુ હવે મીનિ વર્લ્ડકપને લઈને ફેન્સને રવિન્દ્ર જાડેજા પાસે આશા રાખીને બેસ્યા છે. આઈપીએલ-10માં ગુજરાત લાયન્સનો દેખાવ મીડિયમ રહ્યો હતો. એવામાં ખેલાડી આજકાલ મૌજ-મસ્તીના મૂડમાં છે. રવિન્દ્ર જાડેજાએ જામનગર સ્થિત ફાર્મહાઉસમાં ઘોડા સાથે થોડા સમય વિતાવ્યો હતો. આ ક્ષણની તસવીર પણ જાડૂએ ઈન્સ્ટ્રાગામ પર શેર કરી હતી. જણાવી દઈએ કે, જાડેજા પાસે વીર અને ગંગા નામના બે ઘોડા છે. તેઓ ફ્રિ ટાઈમમાં તેમનાથી મળવા માટે જાય છે.

રવિન્દ્ર જાડેજા માટે આઈપીએલ-10 કંઈ ખાસ રહ્યું નહતું. તેઓ 12 મેચોમાં માત્ર 5 જ વિકેટ લઈ શક્યો હતો. આ દરમિયાન તેમની ઈકોનોમી રેટ 9.18 રહી હતી. જ્યારે બેટિંગની વાત કરીએ તો જાડેજાએ 139.832ની સ્ટ્રાઈક રેટ સાથે માત્ર 158 રન જ બનાવ્યા છે.

1 જૂનથી 18 જૂન સુધી ઈંગ્લેન્ડમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થશે. આ પહેલા 26થી 30 મે વચ્ચે 6 વોર્મ અપ મેચ રમાશે. 28 મેને ભારત પોતાની પહેલી વોર્મઅપ મેચ ન્યૂઝીલેન્ડ, જ્યારે બીજી મેચ 30 મેના રોજ બાંગ્લાદેશ સામે રમશે. ટૂર્નામેન્ટમાં આઠ ટીમોમાં બે ગ્રુપમાં વહેચવામાં આવ્યો છે.

ટૂર્નામેન્ટમાં આઠ ટીમોના બે ગ્રુપમાં આ પ્રકારે પાડવામાં આવ્યા છે

ગ્રુપ એ- ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ
ગ્રુપ બી- ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા

ભારતની મેચો
4 જૂન- ભારત vs પાકિસ્તાન
8 જૂન- ભારત vs શ્રીલંકા
11 જૂન- ભારત vs દક્ષિણ આફ્રિકા

x