Ravindra Jadeja’s out of Sharjah 6 motivates pedestrian to steal the Match ball
  • Home
  • Sports
  • Cricket
  • રવિન્દ્ર જાડેજાએ ફટકારી સ્ટેડિયમ બહાર સિક્સર પણ જોત જોતામાં જ બોલની થઈ ગઈ ચોરી

રવિન્દ્ર જાડેજાએ ફટકારી સ્ટેડિયમ બહાર સિક્સર પણ જોત જોતામાં જ બોલની થઈ ગઈ ચોરી

 | 1:39 pm IST

IPL-2020માં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) વિરૂદ્ધ શાનદાર બેટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings)ના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ એક શાનદાર સિક્સર (Six) ફટકારી હતી. આ સિક્સર એટલી તો લાંબી હતી કે બોલ સીધો સ્ટેડિયમ (Stadium) વટાવીને સીધો બહાર રોડ પર જઈને પડ્યો હતો. પરંતુ બોલની તુરંત જ ચોરી થઈ ગઈ હતી.

રવિન્દ્ર જાડેજાએ જે બોલને ફટકાર્યો તે રોડ પર જઈને પડ્યો હતો. આ જોતા જ રોડ પરથી પસાર થઈ રહેલો એક વ્યક્તિએ આ બોલ ઉઠાવી લીધો હતો અને ચાલતી પકડી હતી. આ ઘટના મેચની 18મી ઓવરમાં ઘટી હતી. દિલ્હીના તુષાર દેશપાંડે (Tushar Deshpande)ના પાંચમા બોલ પર જાડેજાએ આ ગગનચુંબી સિક્સર ફટકારી હતી.

દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ગઈ કાલે રસાકસીભરી મેચ રમાઈ હતી. રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં શાનદાર બેટિંગ કરતા માત્ર 13 બોલમાં 33 રન ફટકાર્યા હતાં. જાડેજાની 33 રનની આ ઈનિંગમાં 4 સિક્સરો સામે હતી. જ્યારે ફાફ ડુપ્લેસિસે સૌથી વધારે 58 રન બનાવ્યા હતાં.

આ મેચ તો ચેન્નઈ સુપર કિંગ્સ હારી ગઈ હતી. પરંતુ જાડેજાએ મેચ દરમિયાન ફટકરેલી સિક્સરે લોકોનું ભારે મનોરંજન કરાવ્યું હતું. તેમાં પણ 18મી ઓવરના 5 મા બોલે સ્ટેડિયમ બહાર ફટકારેલી સિક્સરે તો લોકોને પેટ પકડીને હસાવ્યા હતાં. આ બોલ છેક સ્ટેડિયમ વટાવીને બહાર જી પડ્યો. જેને રોડ પર ચાલતા એક વ્યક્તિએ ઉઠાવી લીધો હતો અને ચાલતી પકડી હતી. બોલને લઈ જતો આ વ્યક્તિ કેમેરામાં કેદ થઈ ગયો હતો. જેને જોઈને લોકોને ભારે મનોરંજન થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન