Ravishankar Prasad is safe after helicopter crash all wings broken
  • Home
  • Featured
  • પટના એરપોર્ટ પર મોટો અકસ્માત, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ હેલિકોપ્ટરથી નીચે ઉતર્યા અને…

પટના એરપોર્ટ પર મોટો અકસ્માત, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ હેલિકોપ્ટરથી નીચે ઉતર્યા અને…

 | 10:17 pm IST

બિહારના પાટનગર પટનાથી એક મોટા સમાચાર આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પટના એરપોર્ટ(Patna Airport)ના સ્ટેટ હૈંગર પર મોટો અકસ્માત થયો છે. જેમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનો હેમખેમ બચાવ થયો છે.

મીડિયા રિપોર્ટ મુજબ એવું જણાવવામાં આવી રહ્યું છે કે રવિશંકર પ્રસાદ બિહાર ચૂંટણી(Bihar Assembly Election 2020) માટે રાજ્યમાં પ્રચાર કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે આ અકસ્માત થયો. જોકે, અકસ્માત પહેલા જ રવિશંકર પ્રસાદ હેલિકોપ્ટરમાંથી બહાર નીકળી ગયા હતા. પટના એરપોર્ટ ઓથોરિટી(Patna Airport Authority)થી મળેલી માહિતી મુજબ, રવિશંકર પ્રસાદ સાથે બિહારના આરોગ્ય પ્રધાન મંગલ પાંડે અને જળ સંસાધન પ્રધાન સંજય ઝા પણ હેલિકોપ્ટરમાં સવાર હતા.

હું એકદમ સુરક્ષિત છું: રવિશંકર પ્રસાદ

રિપોર્ટ પ્રમાણે ત્રણે નેતા જે હેલિકોપ્ટર(Helicopter)માં સવાર હતા એ હેલિકોપ્ટરનો પંખો એરપોર્ટના નિર્માણ માટે લાગેલા એસવેસ્ટસ ઉપર લાગેલ તાર સાથે ત્યારે અથડાયો જ્યારે હેલિકોપ્ટરને પાર્ક કરવામાં આવી રહ્યું હતું. આ અકસ્માતમાં હેલિકોપ્ટરના ચારે પંખા તૂટ્યા હોવાના સમાચાર છે. હેલિકોપ્ટર દુર્ઘટનાની ખબર ફેલાયા બાદ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે,‘હું ચૂંટણી પ્રચાર માટે ઝંઝારપુર ગયો હતો. હેલિકોપ્ટરમાંથી ઉતર્યા બાદ હેલિકોપ્ટરની રોટર બેલ્ડને થોડું નુકસાન થયું હતું. હું એકદમ સુરક્ષિત છું.’

રવિશંકર પ્રસાદના ઓફિસથી મળી માહિતી:

ત્યારે બીજી તરફ દુર્ઘટનાની ખબરો અંગે રવિશંકર પ્રસાદના ઓફિસથી માહિતી આપવામાં આવી કે કેન્દ્રીય મંત્રીને લઈ જઈ રહેલા હેલિકોપ્ટર અંગે જે પણ સમાચાર સામે આવ્યા છે તે સંપૂર્ણ રીતે સાચા નથી. તેઓ એકદમ સુરક્ષિત અને સ્વસ્થ છે. ઓફિસે આ અંગે ટ્વીટ કરી પણ માહિતી આપી કે જ્યારે અકસ્માત સર્જાયો તે પહેલા જ હેલિકોપ્ટરમાં સવાર મહાનુભાવો પહેલાથી જ બહાર નીકળી ગયા હતા. તેઓ બધા સંપૂર્ણપણે સલામત છે.

આ વીડિયો પણ જુઓ: ગૃહમંત્રી અમિત શાહ માણસા બહુચરાજી માતાના દર્શને

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન