બળબળતા ઉનાળામાં ઠંડક આપશે કાચી કેરીનું શરબત, એક વખત જરૂર બનાવી જુઓ

ઉનાળામાં ગરમીની સામે ઠંડક મળે તેવા પીણાઓ આપણે પીતા હોઇએ છીએ. હાલ કાચી કેરીની સીઝન ચાલી રહી છે કાચી કેરી ઉનાળામાં લૂ લાગવાથી બચાવે છે સાથે ગરમીને કારણે ડીહાઇડ્રેશન થતુ અટકાવે છે. કાચી કેરીની અલગ અલગ રેસીપી બનાવવામાં આવે છે, કેરીની કટકી, કેરીનું અથાણુ કેરીનું શરબત બનાવવામાં આવે છે આજે આપણે કાચી કેરીનું શરબત બનાવતા શીખીશુ.
કાચી કેરીનું શરબત બનાવવાની સામગ્રી
કાચી કેરીનું શરબત બનાવવાની પદ્ધતિ
સૌ પ્રથમ કાચી કેરીની છાલ કાઢી લો, ગોટલી કાઢી તેના નાના પીસ કરી તેને મીઠાવાળી કરી 10 મિનિટ રાખી દો. પાણી નીતારી દો ત્યારબાદ મિક્ષરમાંક્રશ કરી લો.હવે એક વાસણમાં કાઢી તેમાં ૧ લીટર જેટલું પાણી અને મીઠું,શેકેલુ જીરૂ ,સંચળ પાવડર ઉમેરી મિક્ષ કરી લો.
શરબત ને 1-2 કલાક આમ જ ફ્રીજમાં રહેવા દઈ પછી ગાળી લો. એકવાર એને મિક્ષ કરી પછી સર્વ કરો.હવે આપણું સરસ મજાનું ખાટુ મીઠું કાચી કેરીનું શરબત તૈયાર છે. આને તમે બનાવીને ફ્રીજમાં 2-3 દિવસ રાખી શકો છો.
આ વીડિયો જુઓ: દર્શન કરીએ બાપુનગરના દેવ હનુમાનના
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન