પાકિસ્તાનનાં હાથમાંથી હવે PoK પણ જશે? આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કર્યો ધડાકો

પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરને લઇને સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે મોટું નિવેદન આપતા કહ્યું છે કે આર્મી પીઓકેને લઇને કોઇ પણ અભિયાનને લઇને તૈયાર છે. પીએમઓ રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહનાં પીઓકે પર આપેલા નિવેદનને લઇને બિપિન રાવતે કહ્યું કે આના પર સરકારે નિર્ણય લેવાનો છે. તેમણે કહ્યું, “અન્ય સંસ્થાઓ તો જેમ સરકાર કરશે તેવી તૈયારીઓ કરશે.” સેનાની તૈયારીને લઇને પુછવામાં આવતા બિપિન રાવતે કહ્યું કે, “સેના તો હંમેશા કોઇ પણ કાર્યવાહી કરવા માટે તૈયાર જ રહે છે.”
સરકારનાં આદેશ પર અમે તૈયાર – બિપન રાવત
બિપિન રાવતે કહ્યું કે, “પીઓકેને લઇને સરકારનાં નિવેદનથી ખુશી થઇ છે. આના પર નિર્ણય સરકારે લેવાનો છે, પરંતુ અમે આદેશનાં આધાર પર તૈયાર છીએ.” આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ પીઓકેને લઇને પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાનને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતુ કે, “પાકિસ્તાનથી હવે કોઈ પણ વાતચીત પીઓકેને લઇને નહીં થાય.” એટલું જ નહીં 6 ઑગષ્ટનાં હૉમ મિનિસ્ટર અમિત શાહે પણ સંસદમાં 370 પર વિપક્ષનાં પ્રશ્નોનો જવાબ આપતા સંસદમાં કહ્યું હતુ કે, “અમે જીવ આપી દઇશું, પરંતુ પીઓકે લઇને રહીશુ.”
કાશ્મીરનાં લોકોએ સેનાને આપવી જોઇએ તક
પીઓકેને લઇને સેના પ્રમુખ જનરલ બિપિન સિંહ રાવતે કહ્યું કે, “સરકારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને લઇને નિર્ણય લેવાનો છે. સેના પણ કોઈ પણ સ્થિતિ માટે તૈયાર છે.” જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવામાં આવ્યું તે નિર્ણયનું આર્મી ચીફે સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે, “કાશ્મીરનાં લોકો પણ આપણા દેશનાં જ છે. તે આપણા જ લોકો છે. કાશ્મીરનાં લોકોએ શાંતિ લાવવા માટે સુરક્ષાબળોને તક આપવી જોઇએ. 30 વર્ષ આતંકવાદ સહન કર્યો છે, તો હવે કેટલોક સમય શાંતિ માટે પણ આપવો જોઇએ.”
આ વિડીયો પણ જુઓ: ગીર સોમનાથના દરિયામાં ફિશિંગ બોટની જળસમાધી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન