Ray Dalio Praises PM Narendra Modi Over Indian Economy
  • Home
  • Business
  • અમેરિકાના આ અરબપતિએ PM મોદીનાં કર્યાં ભરપેટ વખાણ, ગણાવ્યા દુનિયાના સર્વશ્રેષ્ઠ નેતા

અમેરિકાના આ અરબપતિએ PM મોદીનાં કર્યાં ભરપેટ વખાણ, ગણાવ્યા દુનિયાના સર્વશ્રેષ્ઠ નેતા

 | 3:47 pm IST

ભારતીય અર્થવ્યવસ્થાને 2025 સુધી 5 લાખ કરોડ અમેરિકી ડોલરની બનાવવાના લક્ષ્યને લઈ ચાલી રહેલાં પીએમ મોદીનાં વખાણ અમેરિકાના અરબપતિએ કર્યા છે. અરબપતિ રે ડેલિયોએ પીએમ મોદીને દુનિયાના સર્વશ્રેષ્ઠ નેતાઓમાંના એક ગણાવ્યા છે. તેઓએ ભારતની વિકાસશીલ અર્થવ્યવસ્થાને લઈ સરકાર દ્વારા કરવામાં આવી રહેલાં પ્રયાસોના પણ વખાણ કર્યા છે.

પીએમ નરેન્દ્ર મોદી ઓક્ટોબરનાં અંતમાં સાઉદી અરબનાં પ્રયાસ કર્યા હતા. તેઓએ ત્યાં વાર્ષિક ઈન્વેસ્ટર મીટિંગમાં ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદી અને રે ડેલિયો વચ્ચેનાં મંચ પર 15 મિનિટ વચ્ચે વાર્તાલાપનું સત્ર હતું. બંને વચ્ચે મંચ પર જ્યારે વાતચીત થઈ ત્યારે ડેલિઓ પીએમ મોદીનાં વખાણ કર્યા હતા. ડેલિયોએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ વીડિયોને શેર કરતાં કહ્યું કે, આ મારા વિચાર છે કે પીએમ મોદી જો દુનિયાનાં સર્વશ્રેષ્ઠ નેતા નથી થઈ શકતાં તો તે દુનિયાનાં સર્વશ્રેષ્ઠ નેતાઓમાંના એક છે.

રે ડેલિયો બ્રિજવોટર એસોસિયેટ્સના કો-ચેરમેન અને કો ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર છે. બ્રિજવોટર એસોસિયેટ્સ ફ્યુચર ઈન્વેસ્ટમેન્ટ ઈનિશિયેટિવનો ભાગ હતો. તેઓને દાવોસ ઈન ધ ડેઝર્ટ પણ કહેવામાં આવે છે. તેમાં વિભિન્ન દેશોનાં હાઈ પ્રોફાઈલ લોકો પણ ભાગ લે છે. સાથે જ મોટા રાજનીતિજ્ઞોને પણ બોલાવવામાં આવે છે.

આ વીડિયો પણ જુઓઃ

રાજ્યમાં છેલ્લા 1 માસમાં 125 ભૂકંપના ઝટકા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન