RBI asked banks to remove NEFT Charges on Saving Accounts
  • Home
  • Business
  • 1 જાન્યુ.થી બેંકનાં સેવિંગ એકાઉન્ટમાંથી ખાતાધારકોને મફતમાં મળશે આ સુવિધા, RBIએ કર્યો આદેશ

1 જાન્યુ.થી બેંકનાં સેવિંગ એકાઉન્ટમાંથી ખાતાધારકોને મફતમાં મળશે આ સુવિધા, RBIએ કર્યો આદેશ

 | 5:04 pm IST

ભારતીય રિઝર્વ બેંકે સામાન્ય માણસને રાહત આપતાં એક મોટું એલાન કર્યું છે. RBIએ બેંકોને નિર્દેશ જાહેર કર્યો છે કે, બચત ખાતાઓમાંથી ઓનલાઈન ટ્રાન્જેક્શન કરતા સમયે NEFT ચાર્જ વસૂલવામાં નહીં આવે. આ નિયમ 1 જાન્યુઆરી 2020થી લાગુ થશે. તેનો મતલબ સાફ છે કે, જો તમે 1 જાન્યુઆરી 2020થી NEFT મારફતે ટ્રાન્જેક્શન કરો છો તો તમને તેનાં પર લાગતો ચાર્જ આપવો નહીં પડે.

તમને જણાવી દઈએ કે, ઓનલાઈન ટ્રાન્જેક્શન NEFT અને RTGSનો ઉપયોગ કરવામાં આવે છે. આ બંને સિસ્ટમને આરબીઆઈ મેન્ટેઈન કરે છે. આ બંને સર્વિસ મારફતે બેંક બ્રાંચ કે પછી ઈન્ટરનેટ અને મોબાઈલ બેંકિંગ મારફતે પૈસાની લેવડ-દેવડ કરી શકાય છે. હાલના સમયમાં સવારે 8થી સાંજે 7 વાગ્યા સુધી તમામ વર્કિંગ દિવસોમાં પૈસાની લેવડ-દેવડ કરી શકાય છે.

NEFT (નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર દેશમાં બેંકો મારફતે ફંડ ટ્રાન્સફર કરવા કે અન્ય રીતે પૈસા મોકલવા માટેની એક સિસ્ટમ છે. તેના વડે કોઈપણ વ્યક્તિ તે કંપનીને પૈસા મોકલી શકાય છે.

આ વીડિયો પણ જુઓઃ

ગાંધી પરિવારની SPG સુરક્ષા હટાવશે સરકાર – સૂત્ર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન