રિસર્ચ કર્યા વગર જ RBIએ લગાવી દીધું બિટકોઈન જેવી કરન્સીઓ પર બેન - Sandesh
NIFTY 10,857.25 +14.40  |  SENSEX 35,750.08 +57.56  |  USD 67.6600 +0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • રિસર્ચ કર્યા વગર જ RBIએ લગાવી દીધું બિટકોઈન જેવી કરન્સીઓ પર બેન

રિસર્ચ કર્યા વગર જ RBIએ લગાવી દીધું બિટકોઈન જેવી કરન્સીઓ પર બેન

 | 2:53 pm IST

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)એ બેંકો અને બીજી રેગ્યુલેટેડ એજન્સીઓને બિટકોઈન જેવી વર્ચ્યુઅલ કરન્સીઓ પર  બાન લગાવી દીધું હતું. લોકોને તેમાં ડિલ કરવા પર રોક લગાવી દેવામાં આવી હતી. તે માટે પબ્લિક કન્સ્લ્ટેશન કે પછી ઈન્ડિપેન્ડન્ટ રિસર્ચનો કોઈ આધાર નહોતો. RBI પાસેથી રાઈટ ટુ ઈન્ફોર્મેશનના કાયદા હેઠળ પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં આ જાણકારી પ્રાપ્ત થઈ છે.

એક સ્ટાર્ટઅપ કન્સલ્ટન્ટ વરુણ સેઠીના 9 એપ્રિલના દાખલ કરવામાં આવેલી આરટીઆઈના જવાબમાં RBIએ કહ્યું કે તેમની પાસે વર્ચ્યુઅલ કરન્સીને લઈને કોઈ આધાર નથી. વર્ચ્યુઅલ કરન્સીને લઈને આરબીઆઈ પાસે કોઈ આંતરિક કમિટી પણ નથી. જો કે રિઝર્વ બેંક 2 અલગ અલગ સિમિતિઓથી જોડાયેલી રહી છે. જેણે દેશમાં વર્ચ્યુઅલ કરન્સીના અભ્યાસ માટે નાણાં મંત્રાલયે બનાવી હતી.

RBI અરજીમાં પૂછ્યું હતું કે શું વર્ચ્યુઅલ કરન્સીને સમજવા માટે રેગ્યુલેટરે કોઈ સમિતિ બનાવી હતી. તેનો જવાબ નામાં આપવામાં આવ્યો હતો. રિઝર્વ બેંકે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે તેણે એપ્રિલમાં વર્ચ્યુઅલ કરન્સી પર પાબંધી લગાવતા પહેલાં કોઈ રિસર્ચ કે કન્સલ્ટેશન કર્યું નહોતું. તેમણે એમ પણ કહ્યું કે બ્લોકચેનના કોન્સેપ્ટની તપાસ માટે કોઈ સમિતિ બનાવવામાં આવી ન હતી. આ બાબત અંગે આરબીઆઈને પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા નહોતા.

ઉલ્લેખનિય છે કે આ વર્ષે 15 એપ્રિલના રોજ RBIએ એક નોટિસ દ્વારા બેંકો, ઈ- વોલેટ અને પેમેન્ટ ગેટવે પ્રોવાઈડર્સના વર્ચ્યુઅલ કરન્સીમાં ડીલ કરવા પર રોક લગાવી દીધી હતી. એનાથી ભારતમાં કામ કરનારા ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જો  અને વર્ચ્યુઅલ કરન્સી ડીલ કરનારા બિઝનેશ માટે સપોર્ટ  ખતમ થઈ ગયો હતો. તે પછી બેંકોએ આ એક્સેન્જો અને ટ્રેડર્સ પર તેના ખાતાથી વર્ચ્યુઅલ કરન્સીમાં ટ્રેડિંગને અટકાવવા દબાવ કર્યો હતો. એક્સચેન્જોએ રિઝર્વ બેંકના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં યાચિકા પણ દાખલ કરી હતી. જે પર 20 જુલાઈએ સુનાવણી થવાની છે.

અરજીમાં કહેવાયું છે કે સ્ટેકહોલ્ડર્સ સાથે વાતચીત કર્યા વગર અને કોઈ આધાર વગર વર્ચ્યુઅલ કરન્સી પર બેન લગાવ્યું હતું. ખેતાન એન્ડ કંપનીમાં એસોસિએટ પાર્ટનરનું કહેવું છે કે RBIના આરટીઆઈના જવાબથી સુપ્રીમ કોર્ટમાં અમારો પક્ષ મજબૂત હશે. લો ફર્મ સુપ્રીમ કોર્ટમાં એક અરજીકર્તાનું પ્રતિનિધિત્વ કરી રહી છે.