PNB કૌભાંડ બાદ RBI આવી એક્શનમાં, LOU પર લગાવી રોક - Sandesh
  • Home
  • Business
  • PNB કૌભાંડ બાદ RBI આવી એક્શનમાં, LOU પર લગાવી રોક

PNB કૌભાંડ બાદ RBI આવી એક્શનમાં, LOU પર લગાવી રોક

 | 4:01 pm IST

પીએનબી કૌભાંડ બાદ રિઝર્વ પેન્કે મોટૂ પગલુ ભરતા બેન્કો તરફતી જારી કરવામાં આવતા ખાસ પત્ર એટલે કે, લેટર ઓફ અંડરટેકિંગ (એલઓયૂ) અને ભારતીય ખરીદારી માટે આપવામાં આવેલ નાણાકીય ગેરન્ટી હોય છે. આ બંન્નેનો ઉપીયોગ નિકાસકર્તા વિદેશોથી કાચો માલ મંગાવવા માટે કરે છે. આ વિદેશમાં સ્થિત બીજી બેન્કોને ભારતીય બેન્કો તરફથી ભારતીય ખરીદદારો માટે આપવામાં આવેલી નાણાકીય ગેરન્ટી હોય છે. નીરવ મોદી, નીરવ ચોક્સી અને તેમની કંપનીઓએ પીએનબી તરફથી ખોટી રીતે ઓલઓયૂ મેળવીને જ તેને 13 હજાર કરોડ રૂપિયાથી વધારેનો ચૂનો લગાવ્યો છે.

આરબીઆઇ એ વિદેશી ચલણ વ્યવસ્થાપન કાયદો 1999 અતર્ગત અધિસુચના જાહેર કરતા કહ્યું હતું કે, અધિકૃત ડિલરોને ભારતમાં આયાત માટે એલઓયૂ અને એલઓસી જાહેર કરવા પર રોક લગાવવામાં આવી રહી છે. લેટર ઓફ ક્રેડીટ અને ગેરેન્ટી આપવાની સુવિધા ચાલૂ રહેશે. તમામ બેન્કો આ વિશે પોતાના અધિકૃત ડીલરોને આ યૂચના આપે.

સામાન્ય રીતે વિદેશમાં સ્થિત બેન્કો નિકાસકાર દેશની બેન્ક તરફથી જાહેર કરેલ એમઓયૂના આધારે રૂપિયાની ફાળવણી કરાવે છે. જેની ઉપીયોગ કારોબારી ચૂકવણી માટે કરવામા આવે છે. એલઓયૂ અને એલઓસીને ખાસ રીતે તેના નિકાસકારો માટે ફાયદાકારક માનવામા આવે છે, જેમને ખુબ જ તેજી સાથે નિર્યાતકનાં ઓર્ડર પૂરા કરવાના હોય છે. બંન્ને પ્રક્રિયાઓ અંતર્ગત બેન્કથી નાણાકીય સુવિધા મેળવવામાં સરળતા રહે છે. અને તેને દુનિયાભરમાં માન્યતા પણ હાંસલ છે. આરબીઆઇ એ પીએનબી કૌભાંડ બાદ ઉચ્ચસ્તરીય કમિટિ બનાવી છે., જેની સિફારિશ આવતા પહેલા રિઝર્વ બેન્કે એલઓયૂ પર રોકનો નિર્ણય લીધો છે.