RBI Becomes First Bank To Have 1 mn Followers on Twitter
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • RBI આ મામલામાં વિશ્વની પ્રથમ સેન્ટ્રલ બેંક બની, શક્તિકાંત દાસે આપી માહિતી

RBI આ મામલામાં વિશ્વની પ્રથમ સેન્ટ્રલ બેંક બની, શક્તિકાંત દાસે આપી માહિતી

 | 9:08 pm IST
  • Share

RBIના ટ્વીટર પર ‘ફોલોઅર્સ’ની સંખ્યા 10 લાખને પાર થઈ ગઈ છે. રિઝર્વ બેન્ક આ સિદ્ધિ હાંસલ કરનારી વિશ્વની પ્રથમ સેન્ટ્રલ બેંક છે. માઇક્રોબ્લોગિંગ સાઇટ પર 1 મિલિયન અનુયાયીઓ સાથે રિઝર્વ બેંકે યુએસની ફેડરલ રિઝર્વ અને યુરોપિયન સેન્ટ્રલ બેંક (UCB)ને પાછળ છોડી દીધી છે. રિઝર્વ બેંકના ટ્વીટર હેન્ડલ પર ઉપલબ્ધ માહિતી મુજબ 27 સપ્ટેમ્બર 2020ના રોજ તેના અનુયાયીઓની સંખ્યા 9.66 લાખ હતી, જે હવે વધીને 10 લાખ થઈ ગઈ છે.

ગવર્નર દાસે ટ્વીટ કરીને આપી જાણકારી

રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે રવિવારે ટ્વીટ કર્યું હતું કે રિઝર્વ બેંકના ટ્વીટર એકાઉન્ટ પર ફોલોઅર્સની સંખ્યા આજે વધીને 10 લાખ થઈ ગઈ છે. આ માટે રિઝર્વ બેંકમાં મારા બધા સાથીઓને અભિનંદન. વિશ્વની સૌથી શક્તિશાળી કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વના ટ્વીટર પર ફક્ત 6.67 લાખ ફોલોઅર્સ છે. તે જ સમયે યુરોપિયન સેન્ટ્રલ બેંકના અનુયાયીઓની સંખ્યા 5.91 લાખ છે. યુએસ સેન્ટ્રલ બેંક માર્ચ 2009માં ટ્વિટર સાથે જોડાઈ હતી. ઇસીબી ઓક્ટોબર 2009થી ટ્વીટર સાથે સંકળાયેલું છે.

2012 માં શરૂ થયું હતું ટ્વીટર એકાઉન્ટ

85 વર્ષ જૂની રિઝર્વ બેંકનું ટ્વીટર એકાઉન્ટ જાન્યુઆરી 2012માં શરૂ થયું હતું. ગવર્નર દાસનું એક અલગ ટ્વીટર હેન્ડલ છે, જેમાં 1.35 લાખ ફોલોઅર્સ છે. માર્ચ 2019માં ટ્વીટર પર આરબીઆઈ અનુયાયીઓની સંખ્યા 3,42,000 હતી, જે માર્ચ 2020માં બમણાંથી વધુ 7,50,000 થઈ ગઈ છે.

લોકડાઉનમાં ફોલોઅર્સમાં વધારો થયો

એક અધિકારીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ રોગચાળા દરમિયાન લાદવામાં આવેલા સાત અઠવાડિયાના લોકડાઉનથી રિઝર્વ બેંકના એકાઉન્ટ પર ફોલોઅર્સની સંખ્યામાં 1.5 લાખથી વધુનો વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં 2.5 લાખ ફોલોઅર્સ રિઝર્વ બેંકના ટ્વીટર હેન્ડલ સાથે જોડાયા હતા.

આ વીડિયો પણ જુઓઃ કોરોનાનું સંક્રમણ વધતા રાજકોટમાં રાત્રી કર્ફ્યૂની અમલમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન