rbi-defers-capital-buffer-norms-by-a-year
  • Home
  • Business
  • બેન્કોને મળી મોટી રાહત, RBIના એક નિર્ણય બાદ વધારે લોન આપી શકશે

બેન્કોને મળી મોટી રાહત, RBIના એક નિર્ણય બાદ વધારે લોન આપી શકશે

 | 9:31 am IST

રિઝર્વ બેન્કે ગુરૂવારે બેન્કોની પૂંજી સુરક્ષા બફર CCBના છેલ્લા હપ્તા પર અમલ કરવાની સમયસીમાને એક વર્ષ લંબાવી દીધી છે. RBIના આ પગલાથી બેન્કો પાસે 37,000 કરોડની રકમ ઉપલબ્ધ થશે. આ પગલાથી બેન્કોની લોન આપવાની ક્ષમતામાં 3.50 લાખ કરોડની વૃદ્ધિ થશે.

RBIની અધિસુચનામાં કહેવામાં આવ્યુ છે કે તેણે CCBના છેલ્લા હપ્તામાં 0.625 ટકા લાગુ કરવાની સમય સીમાને 31 માર્ચ 2019થી વધારીને 31 માર્ચ 2020 સુધી કરવાનો નિર્ણય કર્યો છે.

આ પ્રકાર પૂંજી સરંક્ષણની ન્યુનતમ અનુપાત 2.5 ટકા દર હવે 31 માર્ચ 2020થી લાગુ થશે. વર્તમાન બેન્કોમાં CCBની મુખ્ય પૂંજી 1.875 ટકા છે.

CCBની પૂંજી બફર છે, જેમાં બેન્કોની સામાન્ય સમયમાં જમા કરાવવાની રહેશે જેથી સંકટના સમયે નુકશાનની ભરપાઈ કરવાનો ઉપયોગ કરવામાં આવશે. આ 2008માં વૈશ્વિક આર્થિક સંકટ બાદ પ્રતિકૂળ આર્થિક પરિસ્થિતિઓનો સામનો કરવા બેન્કોની ક્ષમતા સુધાર કરવાની રજૂઆત કરવામાં આવશે.

CCBના છેલ્લા હપ્તામાં અમલને ટાળવા માટે RBIની 19 નવેન્બરે કેન્દ્રીય બોર્ડની બેઠકમાં લેવામાં આવ્યો. જો કે બોર્ડની પૂંજી પર્યાપ્તતાને 9 ટકા રાખવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન