NIFTY 9,509.75 +149.20  |  SENSEX 30,750.03 +448.39  |  USD 64.6100 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ભારતીય અર્થવ્યવસ્થા નવી ઊંચાઈઓ પર પહોંચશે: ઉર્જિત પટેલ

ભારતીય અર્થવ્યવસ્થા નવી ઊંચાઈઓ પર પહોંચશે: ઉર્જિત પટેલ

 | 9:05 pm IST

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2017ના બીજા દિવસે આજે આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ નોટબંધી પછી ગુજરાતમાં પ્રથમવાર આવ્યાં હતાં. તેઓએ ગુજરાતના વાઈબ્રન્ટ સમિટમાં હાજરી આપી હતી. ઉર્જિત પટેલ સમિટમાં ઘણું ઓછું બોલ્યા હતાં અને કોઈપણ મીડિયા સાથે વાતચીત કરી નહતી.

patel

તેમના સ્વાગત પ્રવચનમાં નીતિનભાઇ પટેલે કહ્યું હતું કે,કેટલાક મહિનાઓથી અમુક લોકોની બહુ ચર્ચાઓ થાય છે એમાં ઉર્જિતજીનું નામ પણ સામેલ છે. IFSC (ગિફ્ટ સિટી) સેશન દરમિયાન NSE, NABARD, SBI, UBI, BSE, MCX દ્બારા MOU સાઇન કરવામાં આવ્યા હતા. IFSCમાં બિઝનેસની સંભાવનાઓ અંગે યોજાયેલા સેશનમાં ઉર્જિત પટેલ સહિત કેન્દ્રીય રાજ્ય નાણામંત્રી અર્જુન મેઘવાલ, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ પણ હાજર રહ્યાં હતા.

આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલે શું કહ્યું?

આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ભારતીય અર્થવ્યવસ્થાના ઘણાં પહેલુ પર લોકોને નજર નાંખવાની વાત કહી. નોટબંધી પછી દેશના અર્થવ્યવસાથાની રફતાર થોડી ઓછી થઈ હશે પરંતુ આનાથી આવનારા સમયમાં ભારતીય અર્થવ્યવસ્થા નવી ઊંચાઈ પર પહોંચશે. તેમને એ પણ કહ્યું કે આવતા દિવસોમાં મોંઘવારીનો દર ૪ ટકા સુધી નીચે લાવવાના રિઝર્વ બેન્કના પ્રયાસોનો અછડતો ઉલ્લેખ કર્યો હતો અને તેમનું ભાષણ મુખ્યત્વે ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસીસ સેન્ટર-આઈએફએસસી ઉપર જ સીમિત રહ્યું હતું.

કેન્દ્રીય રાજ્યપ્રધાન અર્જુન મેઘવાલે શું કહ્યું?

કોર્પોરેટ બાબતોના કેન્દ્રીય રાજ્યપ્રધાન અર્જુન મેઘવાલે જણાવ્યું હતું કે, બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ દ્વારા ઊભા થયેલા આઈએફએસસીમાં આજની તારીખે માત્ર ૮૪ સભ્યોજ આંતરરાષ્ટ્રીય સોદા માટે નોંધણી થયા છે, એટલે મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશનની જરૂર છે. આવતા ૨૦ વર્ષમાં આ સેન્ટર દ્વારા ૩૦ કરોડ લોકોને રોજગાર મળશે, તેવું સ્વપ્ન વડાપ્રધાન મોદીએ સેવ્યું છે અને આ સેન્ટર જાપાનમાં સૂરજ ઊગે ત્યારથી માંડી અમેરિકામાં સૂરજ અસ્ત થાય ત્યાં સુધી એટલે કે દિવસમાં ૨૨ કલાક કામ કરશે એમ પણ કેન્દ્રીય રાજ્યપ્રધાને જણાવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શું કહ્યું?

પ્રારંભ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે, દેશમાં અત્યારે જે કેટલાક લોકો સમાચારોમાં ચમકી રહ્યાં છે, તેમાંના એક એવા, નોટબંધીના નિર્ણયને લીધે જાણીતા થયેલા રિઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલ અહીં મોજુદ છે ત્યારે ગુજરાત સરકાર તેમનો હાર્દિક આવકાર કરે છે એમ ઉલ્લેખી નીતિન પટેલે આઈએફએસસીના કામકાજ માટે અલાયદી બેન્કની પરમિશન કેન્દ્ર તરફથી ઝડપથી મળે તેવી રજૂઆત કરી હતી.

જ્યારે રાજ્યના મુખ્ય સચિવ ડો. જે.એન.સિંઘે જણાવ્યું હતું કે, અત્યાર સુધી IFSCના હોવાથી દેશને વર્ષે ૫૦ બિલિયન ડોલરનું નુકસાન જતું હતું, જે ૨૦૨૫ સુધીમાં ૧૨૦ બિલિયન ડોલર ઉપર પહોંચવાની સંભાવના હતી, પરંતુ હવે IFSC સરકાર થતાં મોટો માર્કેટ હિસ્સો મળવાની આશા છે. એમણે એમ પણ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ૯ બેન્કોને કામકાજ માટે પરવાનાં અપાયા છે અને ટૂંકા ગાળામાં જ ૧.૫ બિલિયન ડોલરનો બિઝનેસ થયો છે.

 

1