RBI Governor Demand reduce to tax on petrol-and-diesel
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • શું સસ્તુ થશે પેટ્રોલ-ડિઝલ? હવે RBIના ગવર્નરે કરી ટેક્સ ઘટાડવાની વાત

શું સસ્તુ થશે પેટ્રોલ-ડિઝલ? હવે RBIના ગવર્નરે કરી ટેક્સ ઘટાડવાની વાત

 | 11:47 am IST
  • Share

પેટ્રોલ-ડિઝલ(Petrol-Diesel)ના ભાવ ઓછા કરવા માટે હવે સરકારના અંદરના લોકો પણ અવાજ ઉઠાવવા લાગ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman), પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન બાદ હવે આરબીઆઈ(RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે પણ ટેક્સ ઘટાડીને ભાવ પર નિયંત્રણ મેળવવાની વાત કરી છે.

પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઓછો કરવો જોઈએ- શક્તિકાંત દાસ

RBI મોનિટરી પોલીસી(MPC)ની મિટિંગમાં શક્તિકાંત દાસે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને અપીલ કરી છે કે તે ઈનાડાયરેક્ટ ટેક્સમાં ઘટાડો કરે જેથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો કરી શકાય. તેમણે કહ્યું કે ટેક્સની ‘calibrated unwinding’ કરવી જરૂરી છે. જેથી ઈકોનોમી ઉપરથી કિંમતનુ દબાણ હટાવી શકાય, એટલે કે ધીમેધીમે ટેક્સ ઘટાડવો પડશે.

વધુ ટેક્સથી મોંઘવારી વધશે

શક્તિકાંત દાસે કહ્યું કે, ડિસેમ્બરમાં CPI એટલે કે રિટેલ મોંઘવારી દર ખાદ્ય અને ઈંધણને હટાવ્યા બાદ પણ 5.5 ટકા ઉપર રહી છે. કેમ કે કાચા તેલની વધતી કિંમત અને પેટ્રોલ-ડીઝલ ઉંચા ઈનડાયરેક્ટ ટેક્સના કારણે મુખ્ય સામાન અને સેવાઓમાં મોંઘવારી વધી ગઈ છે. જેનાથી ટ્રાન્સપોર્ટ અને સ્વાસ્થ્ય સેવાઓ ખાસ કરીને સામેલ છે.

નાણામંત્રીએ કહ્યું-GST હેઠળ આવે પેટ્રોલ-ડીઝલ

આ પહેલા નાણામંત્રી નિર્મલા સીતરમણે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતને ઓછી કરવા માટે તેને GST હેઠળ લાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે GST કાઉંસિલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ બેસીને વાત કરવી જોઈએ. તેમણે કહ્યું કે સ્લેબ્સને તર્ક સંગત બનાવવા વિશે વિચારવું જોઈએ. તેમણે કહ્યું કે આ એક અફસોસજનક મુદ્દો છે.

1 વર્ષમાં પેટ્રોલ લગભગ 19 રૂપિયા મોંઘુ થયું

જો આજની કિંમતની સરખામણી એક વર્ષ પહેલાની કિમત સાથે કરીએ તો 23 ફેબ્રુઆરી 2020માં દિલ્હીમાં પેટ્રોલની કિંમત 72.01 રૂપિયા પ્રતિ લીટર હતી એટલે કે એક વર્ષમાં પેટ્રોલની કિમત 18.92 રૂપિયા પ્રતિ લીટર વધી. ડીઝલ પણ 23 ફેબ્રુઆરી 2020 ના રોજ 67.70 રૂપિયા પ્રતિ લીટર પર હતું એટલે કે એક વર્ષમાં ડીઝલ પણ 16.62 રૂપિયા મોંઘુ થયું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન