RBI governor shaktikanta das anosnment know 5 point
  • Home
  • Business
  • સામાન્ય માણસને લોન લેવાથી થશે ફાયદો, જાણો RBIની જાહેરાત પછી કોને કેટલો ફાયદો

સામાન્ય માણસને લોન લેવાથી થશે ફાયદો, જાણો RBIની જાહેરાત પછી કોને કેટલો ફાયદો

 | 12:12 pm IST

કોરોનાને કારણે હાલ આપણી અર્થવ્યવસ્થા ડગમગી ગઈ છે. ત્યારે ફરીથી તેને બેઠી કરવા સરકાર તરફથી તમામ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. અર્થવ્યવસ્થાની ગાડીને વેગ આપવા અને ફરી એકવાર ધમધમતુ કરવા RBI ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે એક વાર ફરીથી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કોરોના મહામારી વચ્ચે નોકરીથી હાથ ધોઈ બેઠેલા અને પગાર કાપથી હેરાન પરેશાન લોકોની વહારે આવ્યા છે RBI ગવર્નર અને જાહેરાત કરતા કહ્યુ છે આવનારા સમયમાં લોન પર વધારે છુટ મળશે.

EMI પર ત્રણ મહિનાની વધારાની છૂટ
લોનનો હપ્તો આપવામાં 3 મહિનાની વધારાની છુટ આપવામાં આવી છે. લોકડાઉનમાં RBI 3 મહિના માટે પહેલા જ છુટ આપી દીધી હતી ત્યારબાદ આજે વધારાની ત્રણ મહિનાની છુટ મળતા લોન લેનારાઓએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. મોટાભાગની બેન્કોએ 6ણ મહિના માટે લોનમાં છુટ આપી પણ દીધી છે.

હવે RBIના નવા એલાન પછી ગ્રાહકોને 6 મહિનાની વધારાની છુટ મળશે. મતલબ કે હવે 6 મહિના સુધી લોનનો હપ્તો દેવાનું કોઈ ટેન્શન નથી. બેન્ક તરફથી હવે કોઈ દબાણ કરી શકાશે નહી. ક્રેડિટ સ્કોર પર પણ તેની કોઈ અસર થશે નહી. એટલે કે બેન્ક તમને ડિફોલ્ટર જાહેર કરી શકશે નહી. અને આ મામલે તમારે વધારે વ્યાજ પણ ચુકવવાનું રહેશે નહી.

સસ્તી થશે લોન અને ઇએમઆઈ
RBIએ રેપો રેટમાં 0.40 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ કપાત બાદ RBIનો રેપો રેટ 4.40 ટકાથી ઘટીને 4 ટકા થયો છે. ખરેખર, રેપો રેટ ઓછો થયા પછી, બેંકો પર વ્યાજ દર ઘટાડવાનું દબાણ વધશે. આ સ્થિતિમાં, તમે સસ્તા દરે ટર્મ લોન લઈ શકો છો, તેથી જો ઇ.એમ.આઈ. જો તમે આપી રહ્યા છો, તો બચત પણ થશે. લોકડાઉનમાં આ બીજી વખત છે જ્યારે RBI રેપો રેટ પર કાપ મુક્યો છે. અગાઉ 27 માર્ચે RBI ગવર્નરે 0.75 ટકા ઘટાડાની જાહેરાત કરી. આ પછી, બેન્કોએ લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો.

બીજા ભાગમાં ફુગાવો નીચે આવશે
RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે કોવિડ -19 રોગચાળો ફાટી નીકળવાના કારણે ફુગાવા માટેનો દૃષ્ટિકોણ ખૂબ જ અનિશ્ચિત છે અને દાળ અને કઠોળના ભાવ ચિંતાજનક છે. વર્ષના બીજા ભાગમાં ફુગાવાના મોરચે રાહત મળી શકે છે.

GDP નકારાત્મક રહેશે
RBIના ગવર્નર શક્તિકાંત દાસે GDP અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2021 માં ઘટાડો થશે અને તે નકારાત્મક રહી શકે છે. આરબીઆઈની આશંકા સાચી પડે તો ભારત માટે પડકાર વધશે.

આ વીડિયો જુઓ: અમરેલી જિલ્લામાં તીડનું આક્રમણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન