RBI ગવર્નર ઉર્જિત પટેલનો વધ્યો અધધ પગાર ... - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • RBI ગવર્નર ઉર્જિત પટેલનો વધ્યો અધધ પગાર …

RBI ગવર્નર ઉર્જિત પટેલનો વધ્યો અધધ પગાર …

 | 4:21 pm IST

સરકારે આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલ અને ચારેય ડેપ્યુટી ગવર્નરનો પગાર વધારી દીધો છે. એક આરટીઆઈથી મળતી જાણકારી પ્રમાણે ગવર્નર ઉર્જિત પટેલની બેસિક સેલેરીમાં 90 હજાર રૂપિયા વધારી દેવામાં આવ્યા છે. બીજી તરફ ડેપ્યુટી ગવર્નરની સેલેરી 80 હજાર રૂપિયા વધારી દેવામાં આવી છે. ખાસ વાત એ છે કે અન્ય બેંક ઓફિસર્સની તુલનામાં આરબીઆઈના આ ટોપ ઓફિસર્સની સેલેરી ઘણી જ ઓછી હતી. બેસિક સેલેરીમાં વધારોની અસર 1 જાન્યુઆરીથી લાગૂ કરવામાં આવશે.

આરબીઆઈ પ્રમાણે બેસિક સેલેરીમાં વધારા પછી ઉર્જિત પટેલની સેલેરી 2,50,000 થઈ ગઈ છે. ડેપ્યુટી ગવર્નર્સની સેલેરી 225000 રૂપિયા થઈ ગઈ છે. વધેલી સેલેરીમાં અન્ય ભથ્થાઓનો પણ સમાવેશ કરવામાં આવશે. મહત્વનું છે કે અત્યારે આરબીઆઈમાં ચાર ડેપ્યુટી ગવર્નર છે.

ઉર્જિત પટેલનો પહેલાનો પગાર

જણાવી દઈએ કે આરટીઆઈથી જાણવા મળ્યું તે પ્રમાણે ઉર્જિત પટેલની સેલેરી 2 લાખ 9 હજાર રૂપિયા હતી જેમાં ભથ્થા અને અન્ય ખર્ચા પણ સામેલ હતા. તેમને એમના નિવાસસ્થાને કોઈ સહાયક સ્ટાફ પૂરો પાડવામાં આવ્યો ન હતો. એમને બે કાર અને બે ડ્રાઈવર આપવામાં આવ્યા હતાં. RBIના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન અને એમના અનુગામી બનેલા ઉર્જિત પટેલને આપવામાં આવેલા પગારની જાણકારી આપવાની RTIમાં માગણી કરવામાં આવી હતી.

રઘુરામ રાજનનો પગાર
રઘુરામ રાજને 2013નની પાંચ સપ્ટેંબરથી આરબીઆઈ ગવર્નરનો ચાર્જ સંભાળ્યો હતો. એમનો માસિક પગાર રૂ. 1.69 લાખ હતો. એમનો પગાર 2014માં વધારીને રૂ. 1.78 લાખ અને 2015માં રૂ. 1.87 લાખ કરવામાં આવ્યો હતો. 2016ના જાન્યુઆરીમાં એમનો પગાર રૂ. 2.04 લાખથી વધારીને રૂ. 2.09 લાખ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન