બેંકિંગ સિસ્ટમ પર પૂર્ણ કન્ટ્રોલ રાખી શકે તેવી આરબીઆઈ પાસે નથી જરૂરી સત્તા: ઉર્જિત પટેલ - Sandesh
NIFTY 10,857.45 +14.60  |  SENSEX 35,743.86 +51.34  |  USD 67.6400 +0.16
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • બેંકિંગ સિસ્ટમ પર પૂર્ણ કન્ટ્રોલ રાખી શકે તેવી આરબીઆઈ પાસે નથી જરૂરી સત્તા: ઉર્જિત પટેલ

બેંકિંગ સિસ્ટમ પર પૂર્ણ કન્ટ્રોલ રાખી શકે તેવી આરબીઆઈ પાસે નથી જરૂરી સત્તા: ઉર્જિત પટેલ

 | 2:13 pm IST

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલને સંસદીય સ્થાયી સમિતિનું તેડું આવતા તે  હાજર થયા હતા. તેમની સમક્ષ ઉપસ્થિત કરાયેલા અનેક મુદ્દાઓ  જેવા કે બેંકિંગ સિસ્ટમ, એનપીએ અને બેંક ફ્રોડ જેવા મામલે જવાબ આપતા તેમણે કહ્યું હતું કે આરબીઆઈ પાસે આ બધાં કાર્યો માટે જરૂરી એવી સત્તા નથી. સમિતિએ ઉર્જિત પટેલને ફસાયેલી લોન, બેંક ફ્રોડ અને કેશની સમસ્યા સાથે જોડાયેલા અનેક સવાલ કર્યા. ઉર્જિત પટેલે પોતાનો જવાબમાં સિસ્ટમને મજબૂત કરવાનો ભરોસો આપ્યો. સમિતિએ ઉર્જિત મોદીને એનપીએ વિશે સવાલ કરીને સણસણતો સવાલ કર્યો કે નીરવ મોદી કઈ રીતે રિઝર્વ બેંકની નજરમાંથી છટકી ગયો,

મંગળવારે વીરપ્પા મોઇલીના વડપણ હેઠળની સમિતીને તેમને તમામા તમામ મુદ્દાઓના લેખિત જવાબ આપ્યા. સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે ઉર્જિત પટેલે કહ્યું છે કે આરબીઆઇ પાસે પુરતી સત્તા નથી જેના કારણે પબ્લિક સેક્ટર બેંક પર આરબીઆઇનું સંપૂર્ણ નિયંત્રણ નથી. આ સંજોગોમાં આરબીઆઇ માટે એ બેંકોની તમામ બ્રાન્ચો પર નજર રાખવાનું શક્ય નથી.

નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંકમાં 13500 કરોડ રૂ.નો ગોટાળો કરવાનો આરોપ છે. આ સિવાય  બેંકોમાં ફસાયેલી લોનની રકમ પણ વધી રહી છે. આસિવાય હાલમાં અનેક રાજ્યોમાં કેશની તંગીને કારણે એટીએમમાં પૈસા ખાલી થઈ ગયા હતા જેના કારણે લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જેવા મુદ્દાઓ પણ હતા. સમિતિએ આ તમામ મામલે ઉર્જિત પટેલને આકરા સવાલો કર્યા હતા અને એના જવાબમાં ઉર્જિત પટેલે એનો બહુ જલ્દી અંત આવી જશે એવી બાંહેધરી આપી છે.