નકલી નોટના નિયમનું પાલન ન કરતાં SBIને લાગ્યો મોટો દંડ - Sandesh
  • Home
  • Business
  • નકલી નોટના નિયમનું પાલન ન કરતાં SBIને લાગ્યો મોટો દંડ

નકલી નોટના નિયમનું પાલન ન કરતાં SBIને લાગ્યો મોટો દંડ

 | 12:58 pm IST

રિઝર્વ બેન્ક દ્વારા નકલી નોટ અંગે માહિતી એકત્ર કરવા અને તેને જપ્ત કરવા માટે જે આદેશો આપ્યા છે તેનું ભારતની સૌથી મોટી બેન્ક SBI દ્વારા પાલન કરવામાં આવી રહ્યું નથી. જે પછી બેકિંગ રેગ્યુલેટર દ્વારા કડક પગલાં ભરતાં SBI પર રૂા. 40 લાખનો દંડ લગાવી દીધો છે. આરબીઆઈ દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલી નોટિસ અનુસાર, ભારતીય રિઝર્વ બેન્કે નકલી નોટની માહિતી એકત્ર કરવા અને તેને જપ્ત કરવા માટે આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ હેઠળ 1 માર્ચ 2018ના સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પર રૂા. 40 લાખનો દંડ લગાવવામાં આવ્યો છે.

આરબીઆઈ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે, SBI દ્વારા નકલી નોટના સંબંધિત નિયમોના પાલનનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. રેગ્યુલેટર દ્વારા SBIની બે શાખામાં નોટોની ચકાસણી કરવામાં આવી હતી જેમાં નકલી નોટની માહિતી મેળવવી અને તેને જપ્ત કરવા માટેના નિયમોનું પાલન કરવામાં આવતું ન હતું. જેથી તેના પર કડક પગલાં ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ તરફ SBI અગાઉથી એનપીએ હેઠળ ફસાયેલ છે, જેને રૂા.988 કરોડના માટે 15 એનપીએ એકાઉન્ટ વેચવાની ઘોષણા કરી છે. SBIએ 15 એનપીએ માટે બેન્કો/એસેટ રીકન્સટ્રક્શન કંપની/એનબીએફસી/ફાયનેન્શલ ઇન્સટીટ્યુશન પાસે એક્સપ્રેશન ઓફ ઇન્ટ્રસ્ટ મંગાવ્યું છે. જે એનપીએમાં રૂા. 988.95 કરોડની મૂળ રાશિ બાકી હોવાનું સામે આવી રહ્યું છે.

SBIના માટે આગામી સમયમાં એનપીએ સાથે આરબીઆઈ તરફથી નવો દંડ લાગુ કરવામાં આવતાં મુશ્કેલીઓ સરળ રહેવાની નથી. જે જોતાં બેન્ક દ્વારા વધુ કપરાં નિર્ણય લેવામાં આવી શકે છે.