NIFTY 10,121.90 -19.25  |  SENSEX 32,370.04 +-30.47  |  USD 64.7850 +0.53
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • RBI હજી પણ અટવાયેલી છે નોટબંધીની અસરોમાં, મળ્યો લેટેસ્ટ પુરાવો

RBI હજી પણ અટવાયેલી છે નોટબંધીની અસરોમાં, મળ્યો લેટેસ્ટ પુરાવો

 | 4:17 pm IST

નવેમ્બર 2016માં લાગુ કરવામાં આવેલી નોટબંધીથી વાસ્તવમાં કેટલી અસર પડી છે તે જાણવા હજુ વધારે રાહ જોવી પડશે. રિઝર્વ બેન્ક દર 30 જૂને તેની બેલેન્સ શીટ જાહેર કરે છે પરંતુ આ વખતે પ્રથમ વખત 30 જૂને તેની બેલેન્સ શીટ જારી કરવાનું મોકૂફ રાખવું પડ્યું છે. આવું આટલા વર્ષોમાં પહેલીવાર થયું છે. આટલા વર્ષોમાં પ્રથમ વાર રિઝર્વ બેંકે 30 જૂનના રોજ પોતાની બેલેન્સ શીટ બહાર પાડી નહોતી. સામાન્ય રીતે RBI આ દિવસે તે સાપ્તાહિક આંકડાકીય સપ્લિમેન્ટમાં સત્તાવાર રીતે હિસાબી વર્ષ પૂર્ણ કરતી હોય છે પણ એવું આ વર્ષે શક્ય બન્યું નથી.

હાલમાં જ 12 જુલાઇના રોજ રિઝર્વ બેંકના ગર્વનર ઉર્જિત પટેલે સંસદની સ્ટેન્ડિંગ કમિટીને જણાવ્યું હતું કે નોટબંધીમા કેટલી નોટો પરત આવી તે અમ જણાવી શકીએ નહીં અને તેની ગણતરી હજી ચાલું છે અને આ કામને બને એટલું જલ્દી આટોપી લેવામાં આવશે. નોટબંધી દ્વારા કેટલી નોટ પરત થઈ તે ગણવામાં થયેલા વિલંબ માટે એવું કારણ અપાયું છે કે સરકારે સહકારી બેન્કોને આરબીઆઇમાં જૂની નોટો પરત કરવા છૂટ આપી છે અને નેપાળ સાથે દ્વિપક્ષીય કરારના ભાગરૂપે પ્રતિબંધિત ચલણ પરત આવે તેવી સંભાવના છે.

નવેમ્બરના પ્રારંભમાં નોટબંધીની જાહેરાત પછીનાં બે સપ્તાહ સુધી સ્ક્રેપમાં ગયેલી ચલણી નોટોની વિગતોની જાહેરાત કરી હતી. ત્યાર પછી રિઝર્વ બેન્કે કેટલી જૂની નોટ એકત્રિત કરવામાં આવી તેની જાહેરાત કરવાનું બંધ કરી દીધું હતું. રિઝર્વ બેંકની બેલેન્સ શીટમાં કરન્સી સર્કયુલેશનની મોટી જવાબદારી હોય છે. પબ્લિક એકાઉન્ટ હોવાને કારણે પબ્લિક ડોમેઇન રાખવું જરૂરી હોય છે. હવે રિઝર્વ બેંક જુલાઇ મહિનાના અંત સુધીમાં બેલેન્સ શીટને અંતિમ રૂપ આપશે અને ઓગસ્ટ મહિનામાં તે બેલેન્સ શીટ સરકારને સોંપશે.