RBIનો પીએનબી કૌભાંડ બાદ લેટર્સ ઓફ અંડરટેકિંગ રદ કરવાનો નિર્ણય - Sandesh
  • Home
  • Ahmedabad
  • RBIનો પીએનબી કૌભાંડ બાદ લેટર્સ ઓફ અંડરટેકિંગ રદ કરવાનો નિર્ણય

RBIનો પીએનબી કૌભાંડ બાદ લેટર્સ ઓફ અંડરટેકિંગ રદ કરવાનો નિર્ણય

 | 3:36 am IST

મુંબઇ, તા.૧૩

ગયા મહિને પંજાબ નેશનલ બેંક (પીએનબી)નું રૂ.૧૨૬૦૦ કરોડનું કૌબાંડ બહાર આવ્યા બાદ વિદેસી ક્રેડિટ માટે લેટર્સ ઓફ અંડરટેકિંગ (એલઓયુ) અથવા તો ગેરંટીને રિઝર્વ બેંકે રદ કરી છે.  એલઓયુ ક્રેડિટ માત્ર ટૂંકી મુદત માટે હોય છે અને વિદેશના સપ્લાયરોને વિદેશી ચલણમાં ચૂકવણી કરવા બેંકના ગ્રાહકો માટે બેંક ગેરંટી આપવાનો પણ તેનો ઉદ્દેશ હોય છે. નીરવ મોદી – મેહુલ ચોક્સીના કેસમાં નિર્ધારિત નિયમોને નેવે મૂકીને લોનની મુદત કહેવાતા લંબાવવામાં આવી હતી.  રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે એલઓયુ જારી કરવાની સિસ્ટમને રદ કરવાનો પોતાનો નિર્ણય સત્વરે અમલી બને છે. સુધારિત માર્ગદર્શિકાની સમીક્ષા અનુસાર એડી કેટેગરી ૧ બેંકો દ્વારા ભારતમાં આયાત કરવા માટે ટ્રેડ ક્રેડિટ સંદર્ભે એલઓયુ – એલઓસી જારી કરવાની સિસ્ટમને રદ કરવાનો નિર્ણય સત્વર અમલી બને એ રીતે લેવાયો છે, એમ રિઝર્વ બેંકે એક નોટિફેકેશનમાં જણાવ્યું હતું. નીરવ મોદી અને તેમની કંપનીઓએ એલઓયુ દ્વારા બેન્કિંગ સિસ્ટમમાં રહેલી છટકબારી ઉપર અંકુશ રાખ્યો હતો અને તેમના વેપારીઓને રકમ ચૂકવવા વિદેશી બેંકો પાસેથી ક્રેડિટ મેળવી હતી.

આયાત બિલોની ચૂકવણી માટે જારી કરાયેલા એલઓયુ અને ફોરેન લેટર્સ ઓફ ક્રેડિટમાં છેતરપિંડી કરવામાં આવી હોવાનું પીએનબીએ જણાવ્યું હતું. આ કૌભાંડમાં પીએનબીની રૂ.૧૨૯૬૭.૮૬ કરોડની રકમ ફસાઇ છે. પીએનબી કૌભાંડમાં સીબીઆઇ અને ઇડી સહિત અનેક એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

રિઝર્વ બેંકના નોટિફેકેશને વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં આયાત માટે ટ્રેડ ક્રેડિટ સંદર્ભે લેટર્સ ઓફ ક્રેડિટ અને ગેરંટી જોગવાઇઓના પાલનને આધીન જારી કરવામાં આવશે. નીરવ મોદી અને તેમની ત્રણ કંપનીઓ છેલ્લાં સાત વર્ષથી પીએનબીની બ્રાડી રોડ શાખામાંથી એલઓયુ લેતા હતા. આ બેંક ગેરંટીથી હીરાની રફ જેવા રો મટીરિયલ આપનારા સપ્લાયરોને રકમ ચૂકવવા ભારતીય બેંકોની વિદેશી શાખાઓમાંથી ટૂંકી મુદતની લેન મેળવવામાં મોદીને મદદ થતી હતી.

શરતોને આધીન રહી પીએનબી બેન્કોના લેણાં ચૂકવવા તૈયાર  

પીએનબીએ એલઓયુના આધારે ભાગેડુ મામા-ભાણિયાને આપેલી કરોડોની રકમ સંબંધિત બેન્કોને પરત કરવા માટે તૈયારી બતાવી છે. બેન્કે જણાવ્યું હતું કે, માર્ચ મહિનાના અંત સુધીમાં તમામ લેણદારોને રકમ ચૂકતે કરી દેવામાં આવશે. પીએનબીએ આ ચુકવણી માટે શરત પણ મૂકી છે. આ મુદ્દે એક અધિકારીએ જણાવ્યું કે, લેન્ડર બેન્કોનું પેમેન્ટ કરવા દરમિયાન પીએનબીને એક લેટર પણ આપશે. આ લેટર પ્રમાણે જો લેન્ડર બેન્ક દ્વારા બદઈરાદાથી નીરવ મોદી એન્ડ કંપનીને લોન આપવામાં આવી હશે અને તપાસમાં તેનો ખુલાસો થશે તો તમામ રકમ પરત કરવી પડશે. જે બેન્કો આ શરત માટે રાજી થશે તે બેન્કને તરત જ પેમેન્ટ કરવામાં આવશે.

;