RBI ready to fight to save economy from recession: Shaktikant Das
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ઇકોનોમીને મંદીમાંથી ઉગારવા RBI લડાઈ લડવા સજ્જ : શક્તિકાંત દાસ

ઇકોનોમીને મંદીમાંથી ઉગારવા RBI લડાઈ લડવા સજ્જ : શક્તિકાંત દાસ

 | 7:15 am IST
  • Share

કોરોનાને કારણે મંદીની ઊંડી ખાઈમાં સરકી પડેલી ઇકોનોમી તેમજ બેન્કિંગ સેક્ટરને ઉગારવા RBI લડાઈ લડવા સજ્જ છે અને તમામ પગલાં લઈ રહી છે તેમ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. ઇકોનોમીની રિકવરી ધીમી રહેશે પણ તેમાં તબક્કાવાર સુધારો જોવા મળશે. હાલ બેન્ક ધિરાણ સ્થગિત થઈ ગયું હોવાનો તેમણે નિર્દેશ કર્યો હતો. વિવિધ સેક્ટરને સહાય માટે લિક્વિડિટી વધારવામાં આવી હતી.

NBFCમાં કટોકટીનું પુનરાવર્તન થવા દઈશું નહીં

દાસે કહ્યું કે લોનની પુનઃ રચનામાં ડિપોઝિટર્સનાં હિતો અને નાણાકીય સ્થિરતાને ધ્યાનમાં લેવાશે. વેપારીઓને વિશ્વ સત્રે સર્જાયેલી મૂડીકરણની તક ઝડપી લેવા તેમણે અનુરોધ કર્યો હતો. NBFC સેક્ટર હતી અસ્થિર અને ડામાડોળ છે જે ચિંતાનો વિષય છે. અમે મોટી NBFCમાં કટોકટીનું પુનરાવર્તન થવા દઈશું નહીં. મોટી એનબીએફસીને નિષ્ફ્ળ થવા દઈશું નહીં. ૧૦૦ મોટી NBFC પર સતત નજર રાખી રહ્યા છીએ.  રિકવરી માટે પ્રાઇવેટ સેક્ટર તેનું યોગદાન વધારે તે જરૂરી છે. ખાનગી ક્ષેત્રએ રિસર્ચ અને સંશોધન તેમજ ફૂડ પ્રોસેસિંગ અને પર્યટન સેક્ટરમાં મહત્ત્વની ભૂમિકા નિભાવવાની છે. આરબીઆઈ દ્વારા મોટાપાયે નાણાબજારમાં રોકડ પ્રાપ્ત કરાવવા સરકાર ઘણા સસ્તા દરે મોટાપાયે ઋણ લઈ શકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન