RBI Survey about housing affordability in Different Cities
  • Home
  • Business
  • દેશના આ શહેરમાં ઘર ખરીદવું સૌથી સરળ, જાણો ગુજરાતનું ક્યું શહેર છે સૌથી મોંઘું

દેશના આ શહેરમાં ઘર ખરીદવું સૌથી સરળ, જાણો ગુજરાતનું ક્યું શહેર છે સૌથી મોંઘું

 | 3:48 pm IST

ભારતમાં ઘર ખરીદવું સતત મુશ્કેલ થઈ રહ્યું છે. જ્યારે ઘણા લોકો માટે તો પોતાનું ઘર એક સપનું બની ગયું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI) તરફથી જાહેર કરેલ એક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા ચાર વર્ષ દરમિયાન ઘરની ખરીદી સામાન્ય લોકોના પહોંચથી ઘણી દૂર થઈ છે.

સર્વે મુજબ મુંબઈમાં સામાન્ય લોકોને ધર ખરીદવું સૌથી મુશ્કેલ છે. RBI દ્વારા જુલાઈ, 2010ના ત્રિમાસિક આધારે 13 શહેરોમાં પસંદગી પામેલ બેંકો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ દ્વારા આપવામાં આવેલ હાઉસિંગ લોન પર રેસિડેન્સિયલ પ્રોપર્ટી પ્રાઇસ મોનિટરિંગ સર્વે(આરએપીએમએસ) કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે જો અલગ-અલગ શહેરોની વાત કરવામાં આવે તો મુંબઈમાં ઘર ખરીદવું સૌથી મોંઘું અને મુશ્કેલ છે. જ્યારે ભુવનેશ્વરમાં સૌથી સરળ છે.

સર્વેમાં જણાવ્યા મુજબ, અન્ય શહેરોની સરખામણીએ મુંબઈ, પુણે અને અમદાવાદે સૌથી ઊંચું એવરેજ ઈટીઆઈ નોંધાવ્યું. આનો મતલબ છે કે આ શહરોમાં સામાન્ય વ્યક્તિ માટે ઘર ખરીદવું મુશ્કેલ થઈ ગયું છે. આ સર્વે મુંબઈ, ચેન્નઈ, દિલ્હી. બેંગલુરુ, હૈદરાબાદ, કોલકાતા, પુણે, જયપુર, ચંદીગઢ, અમદાવાદ, લખનૌ, ભોપાલ અને ભુવનેશ્વરમાં કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંકે કહ્યું કે છેલ્લા ચાર વર્ષોમાં સામાન્ય વ્યક્તિને ઘર ખરીદવું મુશ્કેલ થયું છે. આ સમય દરમિયાન ઘરોની કિંમતોથી આવક(એચપીટીઆઈ) અનુપાત, માર્ચ 2015ના 56.1થી વધીને માર્ચ, 2016માં 61.5 થયો. એટલે કે આવકની સરખામણીએ ઘરોની કિંમતોમાં વધુ વધારો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન