rbi-the-fraud-that-happened-during-the-use-of-e-wallet-will-get-full-money
  • Home
  • Business
  • હવે ચિંતા છોડો! ઇ-વોલેટના ઉપયોગ દરમિયાન ફ્રોડ થશે તો પુરા પૈસા મળશે પાછા

હવે ચિંતા છોડો! ઇ-વોલેટના ઉપયોગ દરમિયાન ફ્રોડ થશે તો પુરા પૈસા મળશે પાછા

 | 2:58 pm IST

જો તમે ઇ-વૉલેટનો ઉપયોગ કરો છો અને તમે ફ્રોડથી ડરી રહ્યા છો તો તમારા માટે આ સમાચાર ખુબ જ મહત્વપૂર્ણ છે. ભારતીય રિઝર્વ બેંકની નવી ગાઇડ લાઇનના મતે, જો કોઇ ગ્રાહકની સાથે કોઇ કંપનીની બેદરકારીના કારણે ફ્રોડ થાય છે તો તેનું નુકસાનની ચૂકવણીની પુરી રકમ પાછી આપવામાં આવશે.

નવી ગાઇડ લાઇનના મતે, જો ઇ-વોલેટ કે પ્રી-પેડ ઈંસ્ટ્રમેંટ જાહેર કરનાર કંપનીની બેદરકારીથી કોઇ ફ્રોડ થશે તો ગ્રાહક તેના માટે જવાબદાર રહેશે નહીં. આ રીતે જો થર્ડ પાર્ટી એજન્સીની ભૂલથી ગ્રાહકને કોઇ પણ પ્રકારનું નુકસાન થશે તો પણ ગ્રાહકને પુરી રકમ આપવામાં આવશે.

રિઝર્વ બેંકે ઇ-વૉલેટથી થનાર ફ્રોડને રોકવા માટે કમર કસી લીધી છે. ફ્રોડની જાણકારી મળતા ગ્રાહકને ત્રણ દિવસની અંદર તેની ફરિયાદ ઇ-વોલેટ કંપની સાથે કરવાની રહેશે. ત્રણ દિવસની અંદર ગ્રાહક ફરિયાદ કરી લેશે તો તેની ભરપાઇ કરવામાં આવશે. 

જો ફરિયાદ 4થી સાત દિવસની અંદર કરવામાં આવે છે તો નુકસાનની અસલી રકમ અને ત્યારબાદ સૌથી વધુ 10 હજાર રૂપિયામાંથી જે પણ ઓછું હશે તે આપવામાં આવશે, જો 7 દિવસ બાદ ગ્રાહક ફરિયાદ નોંધવશે તો ઇ-વોલેટ કંપનીની જે પૉલિસી હશે તેના હિસાબે ભરપાઇ કરવામાં આવશે.

રિઝર્વ બેંકે તેની સાથે એવું પણ સ્પષ્ટ કરી દીધું છે કે જો ગ્રાહકની ભૂલથી જો કોઇ ખોટી ડીલ કરવામાં આવે છે તો તેના માટે થર્ડ પાર્ટીની કોઇ જવાબદારી નહીં રહે અને તેની પુરી જવાબદારી ગ્રાહકની હશે. જો કે, ગ્રાહકની બેદરકારીના કારણે ફ્રોડ થયું છે તેના વિશે ઇ-વોલેટ કંપનીને સાબિત કરવાનું રહેશે. રિઝર્વ બેંકે એવી પણ ગાઇડલાઇન બનાવી છે કે જો કોઇ ઇ-વોલેટ ઇચ્છે તો ગ્રાહકની ભૂલ હોવા છતાં તેને ભરપાઇ કરી શકે છે.