આવી હશે નવી 10 રૂપિયાની નોટ, RBIએ જાહેર કર્યો 'ફર્સ્ટ લુક' - Sandesh
  • Home
  • Business
  • આવી હશે નવી 10 રૂપિયાની નોટ, RBIએ જાહેર કર્યો ‘ફર્સ્ટ લુક’

આવી હશે નવી 10 રૂપિયાની નોટ, RBIએ જાહેર કર્યો ‘ફર્સ્ટ લુક’

 | 5:25 pm IST

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) 500, 2000, અને 200 રૂપિયાની નવી નોટ રજૂ કર્યા બાદ 10 રૂપિયાની નોટ રજૂ કરવા જઇ રહી છે. આરબીઆઈ ટૂંક સમયમાં જ 10 રૂપિયાની નોટ જાહેર કરશે. નવી નોટ પર હાલની મહાત્મા ગાંધી સીરીઝની હશે અને તેના પર આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલના સિગ્નેચર હશે. શુક્રવારના રોજ આરબીઆઈએ તેની પ્રતીકાત્મક તસવીર રજૂ કરી. તેનો રંગ ચોકલેટ બ્રાઉન હશે. આ નોટો પર હવે કોર્ણાટકના સૂર્ય મંદિરની તસવીર હશે.

શું હશે નવી નોટ?

આગળની બાજુ
– નોટની અંદર 10નો અંક દેખાશે
– દેવનાગિરી ભાષામાં 10 લખેલું હશે
– વચ્ચે મહાત્મા ગાંધીની તસવીર હશે
– નાના અક્ષરોમાં ‘RBI’, ‘ભારત’, ‘INDIA’, અને ’10’ લખેલું હશે
– સિક્યોરિટી થ્રેડ પર ભારત અને RBI લખેલું હશે
– જમણી બાજુ અશોક ચિન્હ હશે
– નંબર નાનાથી મોટા થતા છપાયેલા હશે

પાછળની બાજુ
– નોટ કયા વર્ષમાં છપાયેલી છે તે ડાબી બાજુ લખેલું હશે
– સ્વચ્છ ભારતનો લોગો સ્લોગનની સાથે હશે
– ભાષા પેનલ
– કોર્ણાકના સૂર્ય મંદિરની તસવીર
– દેવનાગિરીમાં 10 લખેલું હશે
– નોટનો આકાર 65 એમએમ બાય 123 એમએમ હશે

મીડિયા રિપોર્ટ મુજબ રિઝર્વ બેન્કે અંદાજે 10 રૂપિયાની 1 અબજ નોટ છાપી લીધી છે.