હવે આ જુની કંપનીએ કર્યો મોટો ધમાકો, 70 રૂપિયામાં 1 વર્ષ માટે અનલિમિટેડ ડેટા - Sandesh
  • Home
  • Technology
  • હવે આ જુની કંપનીએ કર્યો મોટો ધમાકો, 70 રૂપિયામાં 1 વર્ષ માટે અનલિમિટેડ ડેટા

હવે આ જુની કંપનીએ કર્યો મોટો ધમાકો, 70 રૂપિયામાં 1 વર્ષ માટે અનલિમિટેડ ડેટા

 | 10:32 pm IST

રિલાયન્સ કોમ્યુનિકેશન (Rcom)એ સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને પોતાના પ્રી-પેડને ખાસ ભેટ આપી છે. ભારતની આઝાદીના 70 વર્ષ પૂરા થવા પર અનિલ અંબાણીની માલિકીવાળી કંપનીએ 70 રૂપિયાવાળો નવો ટેરિફ પ્લાન રજૂ કર્યો છે. આ પેકમાં મોબાઈલ ડેટા એક વર્ષ માટે મળશે. 70 રૂપિયામાં આખા એક વર્ષ માટે 365 દિવસ અનલિમિટેડ ડેટા મળશે.

મીડિયા રિપોર્ટ અનુસાર, RComએ આ ઓફરનું નામ ‘ડેટાની આઝાદી’ રાખ્યું છે. જોકે આ પ્લાન માત્ર સીમિત સમય માટે છે. ગ્રાહકો આ ઓફરનો ફાયદો 14 ઓગસ્ટથી 16 ઓગસ્ટ વચ્ચે ઉઠાવી શકાશે. આ પ્લાનમાં એક વર્ષ માટે અનલિમિટેડ 2G ડેટા મળશે. RCom GSM સિમકાર્ડ યૂઝર્સને એક વર્ષ માટે પ્રતિદિવસે 1GB ડેટા મળશે.

તે ઉપરાંત આ પ્લાનમાં 56 રૂપિયાના ટોકટાઈમ પણ આપવામાં આવશે. આ પ્લાનનો માત્ર એક નકારાત્મક પાસું છે, દેશભરમાં આજકાલ 4G ક્રેઝ ચાલી રહ્યો છે. Rcomએ આ પહેલા 299 રૂપિયાવાળો એક પ્લાન પણ રજૂ કર્યો હતો, જેનાથી અનલિમિટેડ કોલ, અનલિમિટેડ ડેટા અને અનલિમિટેડ SMS 28 દિવસની વેલિડિટી સાથે લોન્ચ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન