RCom, Reliance Telecom Have Just Rs 19 Crore In Accounts
  • Home
  • Business
  • શું ખરેખર અનિલ અંબાણીની કંપનીના બેંક ખાતામાં માત્ર 19 કરોડ રૂપિયા જ બચ્યા છે!

શું ખરેખર અનિલ અંબાણીની કંપનીના બેંક ખાતામાં માત્ર 19 કરોડ રૂપિયા જ બચ્યા છે!

 | 1:25 pm IST

રિલાયંસ ટેલિકોમ અને તેની યૂનિટ રિલાયંસ કોમ્યૂનિકેશંસ લિમિટેડ એમ બંને કંપનીએઓના તમામ 144 બેંક ખાતાઓમાં કુલ મળીને 19.34 કરોડ રૂપિયા બચ્યા છે. અમેરિકન ટાવર કોર્પ તરફથી દાખલ કરવામાં આવેલા કેસને લઈને દિલ્હી હાઈકોર્ટમાં આપેલા સોગંધનામામાં બંને કંપનીઓએ આમ જણાવ્યું છે.

બોસ્ટનની કંપની અમેરિકન ટાવર કોર્પે આરકોમ પર લગભગ 230 કરોડ રૂપિયાનો દાવો માંડ્યો છે. બીજી બાજુ 46 હજાર કરોડ રૂપિયાના દેવા તળે દબાયેલી અનિલ અંબાણીની આ કંપનીએ ગત વર્ષે પોતાનો વાયરલેસનો બિઝનેસ બંધ કરી દીધો હતો. કારણ કે તેની કુલ આવક સતત ઘટી રહી હતી જ્યારે ખોટમાં સતત વધારો થઈ રહ્યો હતો.

અનિલ અંબાણીની રિલાયંસ કોમ્યુનિકેશન ભારે આર્થિક સંકટનો સામનો કરી રહી છે. બોસ્ટનની કંપની અમેરિકન ટાવર કોર્પે આરકોમ પર 230 કરોડ રૂપિયાનો દાકો માંડ્યો છે. આ મામલે આરકોમને આ વર્ષે જ બેંકકરપ્સી પ્રોસિડિંગ્સમાં ઢસડવામાં આવનાર હતી, પરંતુ તે બચી ગઈ હતી. અમેરિકન ટાવર કોર્પની અરજીના જવાબમાં દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું હતું કે, તેના 119 બેંક ખાતામાં 17.86 કરોડ રૂપિયા છે જ્યારે તેની સબસિડરી કંપની આરટીએલએ કહ્યું હતું કે, તેના 25 બેંક ખાતામાં 1.48 કરોડ રૂપિયાની આસપાસ જ જમા છે.

બંને કંપનીઓએ ઓક્ટોબરમાં પોતપોતાના સોગંધનામા જમાં કરાવતા બેંક સ્ટેટમેંટ્સ આપવા કોર્ટે સમયમર્યાદા માંગી છે. આગામી સુનાવણી 13 ડીસેમ્બરે હાથ ધરવામાં આવશે. આ ઘટનાની જાણકારી ધરાવતા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, ટાવર કંપનીએ આરકોમ અને આરટીએલ પર એક્ઝિટ ફી અને સર્વિસ ચાર્જના રૂપમાં લગભગ 230 કરોડ રૂપિયાનો દાવો કર્યો છે. તેના જણાવ્યા પ્રમાણે આરકોમે ડિસેમ્બર મહિનામાં વાયરલેસ સર્વિસેઝ બંધ કરી દેવામાં આવી હતી, માટે તેને ટાવર લીઝ એગ્રીમેંટમાંથી ખસી જવા બદલ ચુકવણી કરવાની રહેશે.