ફરી સાથે જોવા મળશે હમ આપકે હૈ કોનની આ લોકપ્રિય જોડી - Sandesh
NIFTY 10,847.80 +30.80  |  SENSEX 35,401.42 +141.13  |  USD 63.6825 -0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • ફરી સાથે જોવા મળશે હમ આપકે હૈ કોનની આ લોકપ્રિય જોડી

ફરી સાથે જોવા મળશે હમ આપકે હૈ કોનની આ લોકપ્રિય જોડી

 | 1:11 am IST

રાજશ્રી પ્રોડક્શન હાઉસમાં બનેલી સુરજ બરજાત્યાની ફિલ્મ હમ આપકે હૈ કોન તે સમયની બિગેસ્ટ હિટ હતી. હાલના સમયે પણ ટેલિવિઝન ઉપર આ ફિલ્મ આવે એટલે એકવાર જોઇ લેવાનું મન થઇ જાય. આ ફિલ્મમાં માધુરી અને સલમાનની જોડી તો હિટ થઇ જ હતી, સાથે સાથે માધુરી અને તેની બહેન રેણુકા શાહણેની જોડી પણ પોપ્યુલર બની હતી. જોકે રેણુકા અને માધુરી હમ આપકે હૈ કોન બાદ બીજી કોઇ ફિલ્મમાં સાથે જોવા નથી મળ્યા. પરંતુ તાજેતરમાં મળેલા સમાચાર મુજબ હવે ફરીથી રેણુકા અને માધુરી સાથે કામ કરતા જોવા મળશે.

જોકે આ કોઇ હિન્દી ફિલ્મ નહીં હોય, પરંતુ આ મરાઠી ફિલ્મ હશે જેમાં માધુરી અને રેણુકા સાથે કામ કરશે. આ વાતની પુષ્ટી રેણુકા શાહણેએ કરી છે. જ્યારે ફિલ્મના ડાયરેક્ટર તેજ વિજસે પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો. તેજસનું કહેવું હતું કે રેણુકાને જ્યારે તેનો રોલ ઓફર કર્યો અને કહ્યંુ માધુરી પણ લીડ રોલમાં છે તો તેમણે તરત ફિલ્મ કરવાની હા કહી દીધી હતી. અલબત્ત રેણુકા અને માધુરી આ ફિલ્મમાં કેવો રોલ કરશે તે હજી નક્કી નથી